દેશના અનેક પરિવારોમાં સાસુ-વહૂની બોલાચાલી ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. અનેક વખત તો બન્ને વચ્ચે થતી માથાકૂટ એટલી હદે વધી જાય છે કે તેની ચારોતરફ ચર્ચા થવા લાગે છે. એવી જ એક સાસૂ-વહૂ સાથે સંકળાયેલ વિચિત્ર ઘટના તેલંગાણાથી સામે આવી છે. જેને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. વાસ્તવમાં અહીં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાના કારણે તેમને હોમ આઈસોલેશનમાં રખાઇ હતી. આ દરમિયાન તે પોતાની પુત્રવધુને મહેણાં મારવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં, મહિલાએ પોતાની વહુને પરાણે ગળે લગાવીને તેને પણ કોરોનાથી સંક્રમિત કરી નાખી હતી.
આ બાબતમાં પ્રાપ્ત માહીતી મુજબ, તેલંગાણાના સોમરીપેટા ગામમાં એક મહિલાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ઘરમાં જ હોમ કોરેન્ટાઈન કરાઈ હતી. કોરોના ફેલાવવાના ભયથી પરિવારના લોકોએ તેને મળવાનું બંધ કરી નાખ્યુ હતું. તેમ છતાં આ વાતથી મહિલા ગુસ્સે થઈ ગઈ અને પોતાના પરિવારના સભ્યોથી નારાજ થઈ ગઈ હતી.
હોમ કોરેન્ટાઈનમાં રહેવા દરમિયાન સંક્રમિત મહિલાના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું હતું. તે પોતાના પરિવારના સભ્યોને વાતવાતમાં જેમ ફાવે તેમ બોલવા લાગી હતી. એટલું જ નહીં, પોતાની પુત્રવધુને કહેતી કે, મારા મર્યા બાદ તુ સુખીથી રહેવા માંગે છે. તેથી જ તે મને રૂમમાં બંધ કરી નાખી છે. તેનાથી પણ મહિલાની નારાજગી અટકી નહોતી અને પરાણે પોતાની પુત્રવધુને ગળે લગાવી દીધી હતી. જેના કારણે તે પણ કોરોના સંક્રમિત થઈ ગઈ હતી.
આ બાબતને લઈને મળી રહેલી વિગતો અનુસાર, જ્યારે પુત્રવધુનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ બાદ તે રાજન્ના સિરસિલા જિલ્લાના થિ્મ્માપુર ગામમાં પોતાના પિયર ચાલી ગઈ હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, તેમની સાસુ સૌથી વધુ પરેશાન એ વાતથી હતા કે, કોરોના સંક્રમિત થયા બાદ પરિવારના તમામ સભ્યો તેમનાથી દૂર રહેવા લાગ્યા હતા.