કોરોનાકાળમાં કિશોરીઓના માનસિક સ્વાસ્થ્ય પર થઇ રહી છે મોટી અસર: સ્ટડી

પ્રતિકાત્મક તસવીર
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ધ લેંસેટ સાઈકિયાટ્રીમાં પ્રકાશિત થયેલ સ્ટડી અનુસાર કોવિડ-19ના કારણે કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર થઈ છે. ખાસ કરીને કિશોરીઓના માનસિક સ્વાસ્થ્ય પર વધુ અસર થઈ છે. આઈસલેંડિક અને નોર્થ અમેરિકાના સોશિયલ સાયન્ટીસ્ટની ટીમે 59,000થી અધિક આઈસલેંડિક કિશોરીઓનું વિશ્લેષણ કર્યું છે.

સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે મહામારી પહેલા એકસમાન વય ધરાવતી છોકરીઓ અને 13થી 18 વર્ષના કિશોરો પર નકારાત્મક માનસિક સ્વાસ્થ્ય પરિણામોનો રિપોર્ટ મળ્યો હતો. જોકે, મહામારી દરમિયાન 15-18 વર્ષના કિશોરોમાં સિગારેટ પીવાની, ઈ-સિગારેટ પીવાની અને દારૂ પીવાની આદતમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

કોલંબિયા યુનિવર્સિટીની મૈલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર જ્હોન એલગ્રાન્ટે કેટલીક માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, “મહામારી દરમ્યાન માદક દ્રવ્યોના વપરાશમાં થયેલા ઘટાડાને કારણે અનિચ્છનીય લાભ થઈ શકે છે, જે કિશોરોએ ક્વોરન્ટાઈનના સમયગાળામાં અનુભવ્યો છે.”

આઈસલેન્ડમાં રિક્વેજીક યુનિવર્સિટીમાં સાયકોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર થોરહિલ્દુર હેલ્ડોર્સ્ડોટ્ટીરે જણાવ્યું કે, “આપણે જાણીએ છીએ કે મહામારી દરમિયાન પરિવાર અને મિત્રોથી અલગ રહેવું તે યુવાનો માટે કેટલું ગંભીર છે.”

સ્ટડીમાં મહામારી પહેલાના અને હાલના ડેટાની તુલના કરવામાં આવી. સંશોધનકર્તાઓને જાણવા મળ્યું કે બંને પરિસ્થિતિમાં કિશોરોના માનસિક સ્વાસ્થ્ય પર અલગ અલગ અસર થઈ છે. એલગ્રાન્ટે જણાવ્યું કે, “મહામારી દરમ્યાન જે બાળકો શાળાએ નથી ગયા તેમના પર મહ્તવપૂર્ણ રૂપે નકારાત્મક અસર થઈ છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “રિક્વેજીકમાં એક કિશોર છે જે ઘણા સમયથી ઘરે જ છે અને ન્યૂયોર્ક શહેરમાં હાલની પરિસ્થિતિ અનુસાર રહેતો હતો. તે મિત્રોથી અલગ રહેતો હતો. આ કારણોસર માત્ર તેના અભ્યાસ પર નહીં, પરંતુ તેના માનસિક સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ હતી.”

કોવિડ-19ના કારણે કિશોરોની સાથે સાથે દરેક વયના લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ છે. કોરોનાના ડરના કારણે લોકોના આત્મવિશ્વાસમાં પણ મોટા અંશે ઘટાડો થયો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો