રાધે રાધે… યુવતીએ ગાયના વાછરડાને કારમાં બેસાડી સીટ બેલ્ટ બાંધ્યો, વીડિયો વાયરલ

ઘણા લોકો તેમના પાલતુ પ્રાણીઓને તેમની સાથે કારમાં લઈ જાય છે. જોકે વાહનોમાં મુસાફરી કરતા પાલતુ પ્રાણીઓમાં બિલાડી અને કૂતરા વધુ જોવા મળે છે. જ્યારે પણ આપણે ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલી કારની બારીમાંથી કૂતરાને ડોકિયું કરતા જોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન તેના પર કેન્દ્રિત થઈ જાય છે અને આપણે તેની સુંદરતાના ચાહક બની જઈએ છીએ! પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવી જ પળનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકો તેને વર્ષ 2022નો સૌથી બેસ્ટ વીડિયો પણ કહી રહ્યા છે.

આ વીડિયો ક્લિપ 24 સેકન્ડની છે, જેમાં એક મહિલા કારની ડ્રાઇવિંગ સીટ પર બેસીને વીડિયો શૂટ કરી રહી છે. સૌથી પહેલા તે પોતાના તરફ કેમેરા કરે છે. તે પછી કારની આગળની સીટ પર બેઠેલું વાછરડું બતાવે છે, જેણે સીટ બેલ્ટ પણ પહેર્યો છે! અદ્ભુત વાત એ છે કે તે કેમેરા તરફ પણ એવા પ્રેમથી જુએ છે કે લોકો તેની નિર્દોષતાના ચાહક બની ગયા છે!

આ ક્લિપ હવે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. તેને @aarv_8008 નામના યુઝરે 8 ફેબ્રુઆરીએ ટ્વિટર પર શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું – 2022નો સૌથી ક્યૂટ વીડિયો! તમને જણાવી દઈએ કે, સમાચાર લખાય રહયા છે ત્યાં સુધી આ વીડિયોને 1 લાખ 60 હજારથી વધુ વ્યૂઝ, લગભગ 22 હજાર લાઈક્સ અને 3 હજારથી વધુ રીટ્વીટ મળી ચૂક્યા છે. તેમજ સેંકડો યુઝર્સે તેના પર કોમેન્ટ પણ કરી છે.

આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો ‘રાધે-રાધે’ લખી રહ્યા છે તો કેટલાક તેને ખૂબ જ ક્યૂટ મોમેન્ટ કરી રહ્યા છે. અને હા કેટલાકે તો એવું પણ લખ્યું કે તેઓએ આવું દ્રશ્ય ક્યારેય જોયું નથી. જ્યારે અન્ય લોકોએ લખ્યું – દિવસની શરૂઆત કરવાની સૌથી સુંદર રીત. બાકી તમે આ વીડિયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ વિભાગમાં જરૂર લખી શકો છો.

Scroll to Top