શિવસેનાના ધારાસભ્યોને સી.આર.પાટીલે ઘેનના ઇન્જેક્શન અપાવ્યા- ગોપાલ ઇટાલિયા

આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા ગોપાલ ઇટાલિયા એ જણાવ્યું કે, સૂત્રો પાસેથી તેમને જાણવા મળ્યું છે કે જૂની ટીજીબી અને હાલની લા મેરેડિઅન હોટલમાં જે શિવસેનાના ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે તેમને ગઈકાલ રાત્રે કમિશનરને સીધી સૂચના આપીને સી.આર. પાટીલ દ્વારા આખી રાત ટોર્ચર કરવામાં આવ્યા છે. તેમાંથી બે-ત્રણ શિવસેનાના ધારાસભ્યોએ ભાગવાની કોશિશ કરતા ક્રાઇમ બ્રાન્ચની મદદથી એક-બે ધારાસભ્યોને નવસારીથી પકડી લેવામાં આવ્યા છે.

એક-બે ધારાસભ્યોને સિવિલ હોસ્પિટલમાં લઇ જઈને બળજબરીથી ઘેનના ઇન્જેકશનો આપવામાં આવ્યા છે. આમ સી.આર. પાટીલે અને ઇન્ચાર્જ કમિશ્નરે આખી રાત તે ધારાસભ્યોને ખુબ જ ટોર્ચર કરવાનું કામ કર્યું છે. આ ઘટનાના પુરાવા માટે મીડિયા જન ઈચ્છે તો હોટલ અને સિવિલ હોસ્પિટલના CCTV કેમેરામાં ચકાસણી કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં મહારાષ્ટ્ર સરકારમાં કેબીનેટ મંત્રી અને શિવસેનાનાં દિગ્ગજ નેતા એકનાથ શિંદે 25થી વધુ નારાજ ધારાસભ્યોને લઇને સુરતની લા મેરિડિયન હોટલમાં ધામા નાખીને બેઠા છે. તેથી, મહારાષ્ટ્રની રાજનિતિમાં ભુચાલ આવી ગયો છે. શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર મહા વિકાસ અઘાડી સરકાર તોડવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ભાજપ પ્રદેષ અધ્યક્ષ સી.આર. પાટીલ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

Scroll to Top