દારૂના નશામાં જાનૈયાઓએ ટ્રેનમાં કરી ધમાલ, વરરાજા-કન્યાને પોલીસ સ્ટેશનમાં પસાર કરવી પડી રાત

દારૂના નશામાં જાનૈયાઓએ ધમાલ મસ્તીને કારણે વરરાજા અને કન્યા (Bride and groom) ને લગ્નની પહેલી રાત પોલીસ સ્ટેશન (Police Station) માં પસાર કરવી પડી હતી. લગ્નમાં આવેલ જાનૈયાઓએ દારૂ પીને ટ્રેનમાં નશામાં એવી રીતે ધમાલ કરી કે તેમને માત્ર મુસાફરો સાથે માથાકૂટ કરી નહીં પરંતુ જીઆરપી જવાનો ઉપર પણ હુમલો કર્યો અને તેમના હથિયારો પણ છીનવી લીધા. બાદમાં, કાર્યવાહીમાં આવેલ જીઆરપીએ આ ધમાલી જાનૈયાઓની ધરપકડ કરી હતી અને સાથે વરરાજા અને કન્યાને પણ સાથે પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા.

જીઆરપી સીઓ કલ્પના સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદથી એક જાન (જાનૈયાઓ) આગ્રાના ફતેહપુર સીકરી આવી હતી. રવિવારે રાત્રે જાન ટ્રેનથી પાછી ફતેહપુર સીકરીથી અમદાવાદ આવી રહી હતી. રાત્રે લગભગ 12 વાગ્યા પછી ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરોએ દારૂ પીને ભારે હોબાળો મચાવ્યો હતો. તેને ટ્રેનમાં બેઠેલા મુસાફરોને પણ માર માર્યો હતો. મુસાફરોએ આ અંગે જાણ જીઆરપીને કરી હતી. આ અંગે જીઆરપી જવાન ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

નદબાઇ પાસે ચેન ખેંચવાનો કર્યો પ્રયાસ

દારૂના નશામાં જાનૈયાઓએ જીઆરપી જવાનો સાથે પણ મારામારી શરૂ કરી દીધી હતી. આટલું જ નહીં દારૂના નશામાં જાનૈયાઓએ જીઆરપી જવાનોના હથિયાર પણ છીનવી લીધા હતા. અને આ દારૂના નશામાં જાનૈયાઓએ નદબાઇ પાસે ચેન ખેંચવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી અને ટ્રેનને રોકાવવામાં આવી હતી. બાદમાં જીઆરપીએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીને જાનૈયાઓ સાથે વરરાજા અને કન્યાની પણ ધરપકડ કરી લીધી.

10 જાનૈયાઓની ધરપકડ

બકૌલ સોલંકીના જણાવ્યા મુજબ, આ સમગ્ર મામલામાં વરરાજા અને કન્યાએ કોઈ દખલગીરી કરી નહોતી, પરંતુ તેમ છતાં તેમને જાનૈયાઓ સાથે પોલીસ સ્ટેશન લઇ જવા પડ્યા હતા. આ મામલે સોમવારે મોડી સાંજે સાત વાગ્યે જીઆરપી એ 10 આરોપી જાનૈયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન, વરરાજા અને કન્યાને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. બાકીના 10 જાનૈયાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

Scroll to Top