સ્મશાન અને કબ્રસ્તાનમાં કામ કરતા કર્મચારીઓનો ફ્રન્ટલાઈન વર્કરમાં સમાવેશ: ગુજરાત સરકાર

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કોરોનાને કારણે દિવસેને દિવસે પરિસ્થિતી વકરી રહી છે. મોતનો આંકડો વધી ગયો છે. જેના કારણે સ્મશાનોમાં પણ લાઈન લાગેલી જોવા મળે છે ત્યારે આવા સમયે સરકાર દ્વારા સ્મશાન અને કબ્રસ્તાનમાં કામ કરતા કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર જાહેર કરવામાં આવ્યા છે. જેથી હવે તેમને હવે સરકાર દ્વારા વીશેષ લાભ આપવામાં આવશે.

જે પણ ફ્રન્ટલાઈન વર્કરનું કોરોનાને કારણે મોત થયું છે તેમના પરિવારજનોને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે હવે સ્મશાનોમાં અને કબ્રસ્તાનો કામ કરતા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કર માનવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. સાથેજ 100 કરતા વધારે કોના સંક્રમણને કારણે મોત થયા છે અત્યાર સુધીમાં રાજ્યમાં 7 લાખ કરતા પરણ વધારે કેસ નોંધાયા છે. સાથેજ મૃતકોની સંખ્યા પણ 8700 ઉપર પહોચી ગઈ છે જોકે સારી બાબત એ પણ છે કે છેલ્લા 24 કલાકમાં 15 હજાર કરતા વધારે દર્દીઓ સાજા થયા છે.

અત્યાક સુધી રાજ્યમાં કુલ 5 લાખ 78 હજાર કરતા વધારે દર્દીઓ એવા છે કે જેમણે કોરોનાને મ્હાત આપી છે જેના કારણે હવે રીકવરી રેટ 80 ટકા વધારે થઈ ગયો છે જોકે કોરોનાના વધતા કેસોને કારણે હવે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે જેના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સાથેજ મોતનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

બીજી તરફ દિવાળી પછીથી રાજ્યનાં રાત્રી કર્ફ્યું લાદી દેવામાં આવ્યો છે જેના કારણે વેપારીઓના ધંધા પડી ભાગ્યા છે હાલ રાજ્યના 38 જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે અને સરકાર દ્વારા પણ સંક્રમણને રોકવા પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

હાલ તો જોકે સંક્રમણ મહદ અંશે કાબૂમાં આવ્યું છે પરંતુ થોડાક દિવસો પહેલા રાજ્યની સ્થિતી સૌથી ખરાબ હતી કારણકે દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહોતા મળી રહ્યા સાથેજ હોસ્પિટલોમાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી ઉપરાંત એમ્બ્યુલન્સ સેવા પણ જલ્દી નહોતી મળી શકતી પરંતુ હાલ રાજ્યમાં સ્થિતી સુધરી છે સાથેજ સંક્રમણ થોડાક દિવસોમાં કાબૂમાં આવે તેવી આશા દેખાઈ રહી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો