અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઈને આવ્યા મોટા સમાચાર, અમદાવાદમાં ફરી એકવાર ક્રિકેટ કાર્નિવલ શરુ થશે

દેશમાં અત્યારે આઈપીએલની ૧૪મી સીઝનની મેચો ચાલી રહી છે. આઈપીએલની તમામ મેચો બાયો-બબલમાં રમાઈ રહી છે. આઈપીએલની મેચો અત્યારે સતત ધૂમ મચાઈ રહી છે. આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

અમદાવાદમાં ફરી એકવાર ક્રિકેટ કાર્નિવલ શરુ થવા જઈ રહ્યો છે. આઇપીએલની ૧૪મી સીઝનની ૧૨ મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવવા જઈ રહી છે. 26 મી તારીખથી અમદાવાદમાં લીગ મેચોની શરૂઆત થવા જઈ રહી છે. જ્યારે 24 એપ્રિલ એટલે આજે ટિમોનું અમદાવાદમાં આગમન થવા જઈ રહ્યું છે. આ સિવાય અમદાવાદમાં ૮ લીગ મેચો અને ૪ નોકઆઉટ મેચો રમાવવાની છે. તેની સાથે ફાઇનલ, સેમિફાઇનલ સહિતની 4 નોકઆઉટ મેચો પણ રમાવવાની છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમને દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કહેવાય છે. મોટેરા સ્ટેડિયમમાં દર્શકોની ક્ષમતા લગભગ 1 લાખ 10 હજાર જેટલી છે. આ અગાઉ આ સ્ટેડીયમ પર ૪૯ હજાર દર્શકોની ક્ષમતા રહેલી હતી.

આ સ્ટેડિયમને વર્ષ 1982 માં બનાવવામાં આવ્યું હતું. જ્યારે હવે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1 લાખ 10 હજાર દર્શકો ક્ષમતા હોવાના કારણે દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું છે. જયારે આ સ્ટેડીયમ 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલ છે. જેમાં ક્લબ હાઉસ, સ્વિમિંગ પૂલ, 76 કોર્પોરેટ બોક્સ, ત્રણ પ્રેક્ટીસ ગ્રાઉન્ડ, ઇન્ડોર એકેડમી અને ઇન્ડોર લગભગ 3,000 કાર અને 10,000 મોટર સાઈકલ પાર્ક કરવાની ક્ષમતા રહેલી છે.

Scroll to Top