‘મોદી ગયા તો ગુજરાત ગયું’, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મતદાન દરમિયાન બાળ ઠાકરેનો વીડિયો શેર કર્યો

Gujarat Election 2022: ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનની વચ્ચે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બાળ ઠાકરે કહેતા જોવા મળે છે કે, ‘નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયું’. રવિન્દ્ર જાડેજાએ શેર કરેલા આ જૂના વીડિયોમાં બાળ ઠાકરે ગુજરાતીઓને સમજાવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપના ઉમેદવાર છે અને જામનગર ઉત્તર બેઠક પરથી મેદાનમાં છે.

રવિન્દ્ર જાડેજાએ આ અપીલ કરી હતી

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કર્યું, ‘ગુજરાતીઓ, સમજવાનો હજુ સમય છે.’

જાડેજાએ તેમની પત્ની માટે જોરદાર પ્રચાર કર્યો હતો

નોંધનીય છે કે, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર અને તેમના પત્ની રીવાબા જાડેજા માટે જોરદાર પ્રચાર કર્યો છે. ભાજપે વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના સ્થાને રીવાબા જાડેજાને મેદાનમાં ઉતાર્યા છે.

89 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલુ છે

તમને જણાવી દઇએ કે, ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે આજે (1 ડિસેમ્બરે) મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકોની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી, સીએમ અરવિંદ કેજરીવાલ, ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે ગુજરાતમાં 14,382 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ સુરક્ષા કડક છે. જાણો આજે ગુજરાતમાં 89 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાંથી ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48, કોંગ્રેસ 40 અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો