આજથી શ્રાદ્ધ શરૂ થયા છે. આ દરમ્યાન આપણે વિશેષ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, નહી તો પિતૃ દોષનો શિકાર થઈ શકાય છે, અને ઘરમાં ગરીબી અને કંગાળી આવી શકે છે. આજથી શ્રાદ્ધ ની શરૂઆત થઈ ગઈ છે. શ્રાદ્ધ દરમિયાન પિતૃને પ્રસન્ન કરવામાં આવે છે અને પિતૃઓ ને કાગવાસ નાખવામાં આવે છે. અને આજથી શ્રાધ્ધ પક્ષની શરૂઆત થઈ ચુકી છે.
આ દરમિયાન પિતૃઓને પ્રસન્ન કરવા સારા કર્મો કરે છે. કહેવાય છે કે આઓ શુભ સમય વર્ષમાં એક જ વાર આવે છે. આ સમયે કરવામાં આવેલ દાનથી તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સમયે પિતૃઓની તૃપ્તી માટે કાગવાસ નાંખવામાં આવે છે. અને આ દરમિયાન તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શાસ્ત્રો અનુસાર, પિતૃપક્ષ તેવો સમય હોય છે, જ્યારે પિતૃલોકના દ્વાર ખુલે છે અને આપણા પૂર્વજો ધરતી પર વિચરણ કરે છે. આ સમયે તેમના માટે શ્રાદ્ધ કરવામાં આવે છે, જેનાથી તેમને મોક્ષ મળે છે. શાસ્ત્રોમાં આ દરમ્યાન કેટલીક સાવધાની રાખવાનું વિધાન છે.
જો તમે પિતૃઓના કોપનો ભોગ બનવા ના માંગતા હોવ તો, જાણો પિતૃપક્ષ દરમ્યાન કઈ-કઈ સાવધાની રાખવી જરૂરી છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓ ને પ્રસન્ન કરવામાં આવે છે.
કહેવાય છે કે કાગડાનું રૂપે પિતૃઓ તમારા માટે કેટલાક સંકેતો લઈને આવે છે. અને આવનારા સમય માટે સાવધ રહેવા સુચવે છે.આજે તમને ખાસ એ જણાવીશું કે આ શુભ અને અશુભ સંકેતો કેવા હોય છે જે આપણા પિતૃજન તરફથી આપણને મળે છે.
તો જાણો પિતૃ તરફ થી કેવા સંકેતો મળે છે.કહેવાય છે કે આ સમય દરમિયાન જો કોઈ કાગડો તમારા ઘરમાં પોતાની ચાંચમાં ફળ કે ડાળી લઈને દેખાય તો તેનો મતલબ છે કે તમે જે કાર્યનું વિચારી રહ્યા છો તે જરૂરથી પૂર્ણ થશે.અને આમ થવાથી તમારું વિચારેલું કાર્ય પૂર્ણ થાય છે.
જો શ્રાધ્ધના સમયે ગાયની પીઠ પર કાગડો બેઠેલો દેખાય તો આનો મતલબ છે કે તમને ખુબજ જલ્દી ધનની પ્રાપ્તિ થશે. જો કાગડો ઉંટની પીઠ પર બેઠેલો મળે તો યાત્રા ફળશે. જો કાગડો માટીથી ખરડાયેલો જોવા મળે તો એ સ્થાને વરસાદ થશે તે નક્કી છે.
સૌથી પહેલા વાત એ છે કે, પિતૃપક્ષ દરમ્યાન તમારા દ્વાર પર કોઈ મહેમાન આવ્યો છે તો કોઈ પણ સંજોગોમાં તેનો અનાદર ના કરો. કારણ કે, માનવામાં આવે છે કે, આ દરમ્યાન પૂર્વજ કોઈ પણ રૂપ ધારણ કરીને તમારા ઘરે ઉભા થઈ શકે છે.
જેથી આ દરમ્યાન કોઈ પણ ભિક્ષુક, અતિથિ અથવા કોઈ પણ આગંતુકનો અનાદર ના કરો. કહેવાય છે તે શ્રાધ્ધના સમયે જો કાગડો અનાજ પર બેસે તો તમારા જીવનમાં ધનધાન્યની કોઈ કમી નહીં રહે. સાથે તમને અચાનક ક્યાંકથી ધનની પ્રાપ્તિ થશે. શ્રાધ્ધના સમયે જો કાગડો તમારા ઘર પાસે આવીને મીઠું મીઠું બોલે તો સમજી લેવું કે મહેમાન તમારે ત્યાં આવવાનું વિચારી રહ્યા છે.
શ્રાધ્ધના સમયે જો કાગડો તમારા ઘરે તમે જે કાગવાસ નાખો અને સામેથી તે ગ્રહણ કરે અને પછી તેના પગથી માંથુ ખંજવાળે તો સમજી લો કે કાર્ય સફળ થશે. જો કાગડો ભોગ ખાઈને કુંવા કે પાણી ભરેલ પાત્ર પર બેસે તો સમજી લો કે તમારી ખોવાયેલી વસ્તુ પરત મળશે.
શ્રાદ્ધ દરમીયા ભૂલથી પણ આ કામ કરો,નહીતો થશો પિતૃ-દોષનો શિકાર.પિતૃપક્ષ દરમ્યાન તમારે દરેક જીવનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમ્યાન તમારે પશુ-પક્ષીને પમ ભોજન અને જળ આપવું જોઈએ. કોઈ પણ જીવને ધુત્કારવું કે પરેશાન ના કરો, આનાથી તમારા પૂર્વજ નારાજ થઈ શકે છે.
ગાયને સનાતન ધર્મમાં મા માનવામાં આવે છે, જેથી પિતૃપક્ષ દરમ્યાન ગાય અને બ્રાહ્મણનું અપમાન તમારા પૂર્વજને ક્રોધિત કરી શકે છે, જેથી ગાયને ના તો પરેશાન કરો અને ના તેને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડો. પિતૃપક્ષ દરમ્યાન તમારે તાજુ ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. વાસી ખાવાનું ના આપવું જોઈએ.
કાળા તલના પ્રયોગથી જ શ્રાદ્ધ કે તર્પણ કરો. શાસ્ત્રો અનુસાર કાળા તલને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમ્યાન મદ્યાહન સમયે જ બ્રાહ્મણને ભોજન કરાવો. આ દરમ્યાન નવા કપડા પહેરવા અને ખરીદવા ના જોઈએ. આવું કરવાથી પણ તમે પિતૃદોષના ભાગીદાર બની શકો છો. જૂઠુ બોલવું, કોઈનું ખરાબ ઈચ્છવું કે કરવું જેવા અનૈતિક કામ પણ આ દરમ્યાન ના કરો તો, તમને પિતૃઓનો આશિર્વાદ મળશે.