જુઓ દિલ્હીના બસ સ્ટેશનો જ્યા મજૂરોની આ ખચોખચ ભીડ, કેમનું અહીયા કોરોના સંક્રમણ કાબૂમાં આવશે!

કોરોનાના કારણે દિલ્હીમાં સૌથી ખરાબ હાલત છે જેના કારણે મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા દિલ્હીમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે જેના કારણે શ્રમજીવીઓ ફરી વાર મુશ્કેલીમાં મુકાયા છે રાતના સમયે દિલ્હીના બસ સ્ટેશનો પર હજારોની સંખ્યામાં મજૂરો પોતાના પરિવાર સાથે પહોચી ગયા હતા જેમા તેઓ પોતાના વતન તરફ જવા માટે દોટ મુકી રહ્યા છે.

બસ સ્ટેશન પર મજૂરોની ભીડમાં ન તો તેમના મોઢે માસ્ક જોવા મળ્યા હતા કે ન તો પછી તેમણે સોશિયલ ડિસટન્સીંગ રાખ્યું હતું હજારોની સંખ્યામાં મજૂરો તેમના પરિવાર સાથે એકઠા થઈ ગયા જ્યા તેઓ બસ ટ્રેનની રાહ જોતા નજરે પડ્યા હતા દિલ્હીમાં વકરતા કોરોનાને કારણે લોકડાઉન તો કરી દેવામાં આવ્યું પરંતુ આવી સ્થિતીમાં કોરોનાનું સંક્રમણ કેવી રીતે કાબૂમાં આવશે તે પણ એક ગંભીર સવાલ છે.

મજૂરોને જ્યારે પુછવામાં આવ્યું કે તમે શા માટે ઘરે જઈ રહ્યા છો તો તેમણે એવો જવાબ આપ્યો હતો કે સ્થિતી ઠીક નથી વધારે સમય સુધી અમે રોકાયેલા રહીસો તો ફસાઈ જઈશું, અમુક મજુરોએ તો એવું પણ કીધુ કે થોડાક દિવસો પહેલાજ પરત ફર્યા હતા કામધંધો કરવા અમે અહીયા આવીએ છીએ પરંતુ જો કામધંધો બંધ થઈ જાય તો કેવી રીતે પરિવારનું ગુજરાન અમે ચલાવીશું.

આ વર્ષે દિલ્હી એવું પ્રથમ રાજ્ય બન્યુંછે કે જ્યા લોકડાઉન જોવા મળ્યું છે મુખ્યમંત્રી કેજરીવાલે પણ આ ભીડ જોઈને તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ દિલ્હી છોડીને ક્યાય ન જાય પરંતુ ગત વર્ષે જે પણ સ્થિતી સર્જાઈ હતી તેના કારણે શ્રમીકોમાં હાલ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જેથી તેઓ કોઈ પણ સાધન મળે તે પકડીને રવાના થવા માગે છે.

શ્રમીકોનું કહેવું હતું કે તેમને એવું લાગ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં સ્થિતી થોડા સમયમાં સામાન્યથઈ જશે પરંતુ પરિસ્થિતી વણસી રહી છે જેથી તમનું કામ છીનવાઈ અને ભૂખે મરવાનો વારો આવે તે પહેલાજ તેઓ રવાના માગે છે કારણકે જો બસ અને ટ્રેન બંધ થઈ ગઈ તો પછી તેમનું ઘરે જવું પણ મુશ્કેલ થઈ જશે તેવું તેમનું કહેવું છે જેના કારણે તેઓ વહેલી તકે દિલ્હી છોડીને જવા માગે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જ્યારે માર્ચ મહિનામાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી વધારે તકલીફ શ્રમીકોને પડી હતી કારણકે તે સમયે તેમના ખાવા પિવાના પણ ફાફા પડી ગયા હતા સાથે તેઓ પરત ઘરે જઈ શકે તેવી પણ કોઈ સ્થિતી ન હતી જેના કારણે તેઓ હાલ ગભરાઈ ગયા છે સાથેજ તેઓ હવે કોઈ પણ હિસાબે પોતાના વતન પરત જવા માગે છે.

Scroll to Top