CRPF જવાન પર ચાલતી ટ્રેનમાં યૌન શોષણનો આરોપ, ‘સીટ પર કબજો કર્યો, સાથે સૂવાનું કહ્યું’

CRPFના એક જવાન પર ચાલતી ટ્રેનમાં એક મહિલાનું યૌન શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જવાન દારૂના નશામાં હતો. મામલો દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસનો છે. આરોપ છે કે જવાને એક મહિલાની સીટ પર કબજો જમાવ્યો અને પછી કથિત રીતે મહિલાને તે જ સીટ પર સુવા માટે દબાણ કર્યું. બક્સર પોલીસ સ્ટેશનમાં જવાન વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી જવાન છપરાના બદુરાહી ગામનો રહેવાસી છે. તેનું નામ નીરજ કુમાર છે.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ પીડિતા દિલ્હીની રહેવાસી છે. તે આસામ જઈ રહી હતી. ટ્રેન પ્રયાગરાજ પહોંચી ત્યારે જવાન પણ આવીને તેની બર્થ પર બેસી ગયો. જવાનનું પોસ્ટિંગ બિહારમાં જ હતું અને તે ડ્યુટી પર જઈ રહ્યો હતો. પીડિતાએ પોલીસને તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “બપોરે જ્યારે ટ્રેન પ્રયાગરાજ જંકશન પર પહોંચી, ત્યારે CRPF જવાન નીરજ કુમાર પણ ટ્રેનમાં ચડ્યો. તે આવીને મારી સીટ પર બેસી ગયો. અને પછી તેણે સીટ પર સૂવાનો પ્રયાસ પણ કર્યો. તે નશામાં હતો. તેણે મને પણ સીટ પર બેસાડી અને સૂવાનું કહ્યું. મેં આનો વિરોધ કર્યો. તેને બીજે ક્યાંક જવાનું કહ્યું. પણ તેણે ના પાડી. CRPF જવાન તેના યુનિફોર્મમાં હતો અને તેણે આનો ફાયદો ઉઠાવ્યો. મુસાફરોએ પણ તેને સમજાવ્યો. પણ તેણે કોઈની સાથે વાત ન કરી. કોઈનુ સાંભળ્યુ પણ ન હતુ . અને તેના આગ્રહ પર અડગ રહ્યા.”

માહિતી અનુસાર, જ્યારે ટ્રેન 6.45 વાગ્યે દીન દયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન (મુગલસરાય) પહોંચી ત્યારે પીડિતા બાથરૂમમાં ગઈ અને પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો. જીઆરપીના એસએચઓ રામાશીષ પ્રસાદે જણાવ્યું કે જ્યારે મહિલાનો ફોન આવ્યો ત્યારે પોલીસ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો હતો. ટ્રેનનું આગલું સ્ટેશન બક્સર હતું. જ્યારે ટ્રેન સાંજે 7.51 વાગ્યે બક્સર રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે જીઆરપીની ટીમે સ્ટેશન પર જવાનની ધરપકડ કરી હતી. જવાન દારૂના નશામાં હતો, તેથી તેને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યો હતો અને ટેસ્ટ બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Scroll to Top