સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ પેરામેડિકલ સ્ટાફ પોસ્ટ્સની ભરતી માટે તેની સત્તાવાર વેબસાઇટ crpf.gov.in પર જાહેરાત કરવામાં આવી છે. સૂચના મુજબ, પેરામેડિકલ સ્ટાફની જગ્યાઓ પર કોન્ટ્રાક્ટના આધારે ભરતી કરવામાં આવશે. રસ ધરાવનાર અને યોગ્ય ઉમેદવાર પેરામેડિકલ સ્ટાફ પદો પર અરજી માટે 13 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2021 સુધી આયોજિત ઈન્ટરવ્યુંમાં સામેલ થઈ શકે છે.
CRPF Recruitment 2021 ના માધ્યમથી પેરામેડિકલ સ્ટાફની કુલ 2439 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 1537 પોસ્ટ્સ, ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ની 130 પોસ્ટ્સ, Sashastra Seema Bal ની 251 પોસ્ટ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ની 365 પોસ્ટ્સ અને AR ની 156 પોસ્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈન્ટરવ્યુના આધારે આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
અરજી પ્રક્રિયાની વાત કરવામાં આવે CRPF Paramedical Staff Recruitment 2021 માટે માટે સીએપીએફ. એઆર અને સશસ્ત્ર દળોના નિવૃત્ત કર્મચારીઓ ક અરજી કરી શકે છે. તેના સિવાય અરજી કરવા માટે ઉમેદવારની ઉમર ૬૨ વર્ષથી વધુ ન હોવી જોઈએ. વિગતવાર જાણકારી માટે ઉમેદવાર CRPF ની આધિકારિક વેબસાઈટ crpf.gov.in પર ઉપલબ્ધ સૂચના ચેક કરી શકો છો.
પેરામેડિકલ સ્ટાફ ભરતી માટે આયોજિત ઇન્ટરવ્યુમાં સામેલ થવા માટે ઉમેદવાર પોતાની સાથે આવશ્યક દસ્તાવેજો જેવા રિટાયરમેન્ટ સર્ટિફિકેટ/પીપીઓ/ડિગ્રી/વય પુરાવા વગેરે ઓરીજીનલ અને ફોટો કોપી અને ત્રણ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સ સાથે રાખવાનું ભૂલતા નહીં. તમને જણાવી દઈએ કે, નિમણૂકતા બાદ ઉમેદવારોને પેન્શન, પ્રોવિડન્ટ ફંડ, પ્રમોશન વગેરેની સુવિધા આપવામાં આવશે નહીં. વધુ જાણકારી માટે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સની આધિકારિક વેબસાઈટ ચેક કરો.