ગુજરાતમાં ‘ટૌકતે’ વાવાઝોડાનું સંકટ હવે વધતું જોવા મળી રહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ અનુસાર, હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સાઉથ મુંબઈથી 409 કિમી, વેરાવળથી 730 કિમી દૂર વાવાઝોડું હોવાનું જણાઈ રહ્યું છે. આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી 18 મેના રોજ વહેલી સવારથી પસાર થઈ શકે છે.
જ્યારે આજ સવારથી જ અમદાવાદમાં વાતાવરણ પલટાઈ ગયું છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. અમદાવાદના જોધપુર,બાપુનગર, વેજલપુર, આંબલી, ઈસ્કોન, મણિનગરમાં વરસાદ પણ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. છોટા ઉદેપુરમાં પણ વાવાઝોડાની પણ અસર જોવા મળી ગઈ છે. રાત્રીના 3 વાગે વાતાવરણ અચાનક પલટાઈ ગયું હતું. જેના કારણે ગરમીથી થોડી રાહત જરૂર મળી હતી.
વાવાઝોડાના કારણે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ જોવા મળી શકી છે. જેના કારણે વરસાદની આગાહીના કારણે 17-18 મેના રેડ એલર્ટ જાહેર કરાયુ છે. વાવાઝોડાના કારણે 16 મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ શકે છે. તેના કારણે 17 મેના 145 થી 155 કિલોમીટર પ્રતિ કલાકથી ફુંકાવવાની સંભાવનાઓ છે. તેની સાથે 18 મેના રોજ 150-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ તેવી શક્યતા છે. 19 મે ના રોજ વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે. જ્યારે આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાર બાદ વાવઝુડું શાંત પડી જશે.