ગંભીર સ્થિતિમાં ફેરવાયું ચક્રવાતમાં ‘યાસ’ વાવાઝોડું, આજ બપોરના આ જગ્યાએ ટકરાશે

ઓડિશાના બાલાસોરના દરિયાકાંઠે આજે યાસ નામનું વાવાઝોડું ટકરાશે. જેના કારણે ઓડિશા, બંગાળ અને ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે. ઓડિશાના ભદ્રાક જિલ્લાના ધામરા પોર્ટ પરના સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો છે. આ સિવાય ઝારખંડ પર પણ તેની અસર જોવા મળી શકે છે જેના કારણે તેના કારણે ત્યાં પણ અનેક લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવામાં આવ્યા છે.

ઓડીશામાં આવનાર ચક્રવાત યાસ બાલાસોર સુધી આવી ગયું છે. તાજેતરમાં દરિયાકીનારે મોજા 4 થી 6 મીટર ઉંચા ઉછળતા જોવા મળી રહ્યા છે. જ્યારે સવારના 10-11 કલાકે ઓડીશાના કિનારને ટકરાઈ તેવી આશંકા રહેલી છે. તે દરમિયાન હવાની ઝડપ 150 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ બંગાળમાં આ દરમિયાન બે લોકોના મોત નીપજ્યા છે. બંગાળમાં નવ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવાયા છે. તે સિવાય ઓડિશા સરકારે બે લાખ લોકોને પણ સુરક્ષિત સ્થળે મોકલી દીધા છે. વાવાઝોડાના આવ્યા બાદ આશરે છ કલાક સુધી તેની અસર આ રાજ્યો પર રહેશે. પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડીશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ સર્જાયેલું છે.

ઓડીશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરુ થઈ ગયો છે. જ્યારે દરિયામાં ઊંચા-ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભીષણ તોફાન દરમિયાન 155 થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના રહેલી છે. આ સિવાય તે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

Scroll to Top