વ્યસનની ચંગુલમાંથી છોડાવવા અમરેલીના સાવરકુંડલામાં રહેતા યર દાદાબાપુ કાદરી લોકોને વ્યસન મુક્ત બનાવી રહ્યા છે. જેઓએ 9 વર્ષ પહેલા પાંચ વ્યક્તિને વ્યશનથી મુક્ત કર્યા હતા, અત્યારસુધીમાં તેઓએ 95 હજાર લોકોને સમજાવીને વ્યસન છોડાવ્યું છે. સૈયર દાદાબાપુ કાદરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે. તેઓ વ્યસન મુક્તિ અભિયાન દરમિયાન કોઈ નાત-જાત જોયા વિના આ કામ કરી રહ્યા છે. જેની આખા ગુજરાતમાં સરાહના થઇ રહી છે.
દાદાબાપુ કાદરીએ એક ટીમ બનાવી છે અને એવા પાંચ લોકોની પસંદગી કરી જેઓ 40 વર્ષથી દારૂ પીતા હતા. જેમનું વ્યસન તેમણે છોડાવ્યું અને આજે આ તમામ વ્યસનથી દૂ રહી પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. આ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત 95 હજારથી વધુ લોકો વ્યસન છોડી ચૂક્યા છે.
ગુજરાતમાંથી લોકો અહીં આવે છે અને અહીં લોકોને સમજાવી તેમનું વ્યસન મુક્ત કરવામાં આવે છે. આ દરમિયાન જો જરૂર પડે તો ડોક્ટર અને નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવે છે. જોકે અહીં બહાર ગામથી આવતા લોકો પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે જેમાં સંપૂર્ણ ડેટા રાખવામાં આવે છે. વ્યસન મુક્તિ પછી કોઇ શારીરિક તકલીફ થાય તો તેના માટે એક ડોક્ટર રાખવામાં આવ્યા છે. જેમાં ડોક્ટર વિહળ હારુન કમિટીમાં સેવા આપી રહ્યાં છે.
દાદા બાપુ દ્વારા સમજાવ્યા બાદ અનેક લોકો વ્યસનથી છૂટકારો મેળવ્યો છે. આ કામ માટે એકપણ રૂપિયાની ફી લેવામાં આવતી નથી, જો કે લોકો ખુશ થઇને શાલ અથવા તો ટોપી ઓઢાળી સન્માન કરે છે. દાદા બાપુ દ્વારા ચલાવવામાં આવેલા વ્યસન મુક્તિ અભિયાનથી વ્યસનીઓની સંખ્યા ઘટી રહી છે. દાદા બાપુ દ્વારા ચલાવવામાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્ર અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલું છે.