આ દાદા છે કરોડો ના માલીક, આવી રીતે કરે છે જનસેવા…અવશ્ય વાંચો
દેવાભાઈ ની સંઘર્ષરૂપી તરસ ભોળાનાથે છીપાવી અને હવે એ લોકોને પાણી પીવડાવીને ભોળાનાથનું ઋણ ચૂકવી રહ્યાં છું. આ શબ્દો છે ગોંડલમાં ધમધોકતા તાપની વચ્ચે લોકોની તરસ છિપાવતા દેવાભાઇ ગીગાભાઇ માહોલીયાના. દેવાભાઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની સાયકલ રથમાં 50 જેટલી મશક (પાણીની થેલી) રાખે છે અને ગોંડલ શહેરના રાહદારીઓ અને પ્રવાસીઓને ઠંડુ પાણી પીવડાવે છે. દેવાભાઇ પોતે સુખી સંપન્ન છે, જમીન અને મિલ્કત મળીને તેની પાસે કરોડો રૂપિયાની જમીન છે તેમના કહેવા પ્રમાણે ભગવાને તેમના જીવનની બધી જ જરૂરિયાત પૂરી કરી છે અને હવે તેવો જનસેવા કરીને પોતાનું જીવન વીતાવવા ઇચ્છી રહ્યા છે.
દેવાભાઇએ પોતાની પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે ‘ઠંડુ, કડક અને મીઠું તમે પાણી પીવો મફત’. બસ આ જ સૂત્ર સાથે સવારે 7 વાગ્યાથી તેઓ પોતાના ઘરેથી નીકળી પડે છે. પોતાની સાયકલ રથમાં 50 જેટલી પાણીની બોટલો લઇને અને સાંજના સાત વાગ્યા સુધી 2000 લીટર પાણી 1000 જેટલા રાહદારીઓને પાણી આપે છે. એટલું જ નહીં ગોંડલ શહેરમાંથી પસાર થતી બસોના મુસાફરોને પણ દેવાભાઇ પાણી પીવડાવે છે, તેમની બોટલો પણ ભરી આપે છે. આ તમામ સેવા દેવાભાઇ વિનામૂલ્યે કરે છે.
દેવાભાઇ ગામથી 4 કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય છે. સાયકલ પર પાણીની 50 થેલી લઇ સવારથી નીકળી પડે છે.
પાણીની તંગી હોવાને કારણે દેવાભાઇ ગામથી 4 કિલોમીટર દૂર કૂવામાંથી પાણી ભરવા માટે સાયકલમાં જાય છે અને દિવસમાં ત્રણથી ચાર વખત જઇને 25 કિલોમીટર જેટલુ અંતર સાયકલ પર કાંપે છે. આ રીતે પાણી ભરીને લોકોની તરસ છીપાવે છે. દેવાભાઇની આ સેવાની પૂરા ગોંડલ શહેરમાં સરાહના થઇ રહી છે, લોકો પણ હવે દેવાભાઇને પાણીવાળા દેવાભાઇ તરીકે ઓળખવા લાગ્યા છે. આમ તો આપણે અનેક વખત સાંભળ્યુ છે કે લોકો પાણીના પરબ બંધાવે છે પરંતુ દેવાભાઇએ હરતુ ફરતુ પાણીનું પરબ બનાવીને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.
દેવાભાઇએ પોતાની પાણીની સેવા માટેનો જીવન મંત્ર પણ છે ‘ઠંડુ, કડક અને મીઠુ તમે પાણી પીવો મફત’ ચૈત્રી નવરાત્રીમાં દેવાભાઇની અનોખી છાશ વિતરણ સેવા.
છેલ્લા 25 વર્ષથી દેવાભાઇ ચૈત્રી નવરાત્રીમાં પણ દેવાભાઇ રામજી મંદિર ખાતે છાશનું વિનામૂલ્યે વિતરણ કરે છે, નવ દિવસ સુધી ગામમાંથી દૂધ એકત્ર કરીને પોતાની જાતે છાશ બનાવે છે અને લોકોને છાશ પીરસે છે જેની પણ શહેરમાં સરાહના થઇ રહી છે.
દેવાભાઇ છેલ્લા ત્રણ વર્ષથી પોતાની સાયકલરથમાં 50 જેટલી પાણીની થેલી રાખે છે.
તેમના કહેવા પ્રમાણે ભગવાને તેમના જીવનની બધી જ જરૂરિયાત પૂરી કરી છે અને હવે તેવો જનસેવા કરીને પોતાનું જીવન વીતાવવા ઇચ્છી રહ્યા છે.
2000 લીટર પાણી 1000 જેટલા રાહદારીઓને પાણી પીવડાવે છે. ગુજરાત એ સંતોની ભૂમિ છે. હમેશા ભગવા કપડાં માં નથી હોતા. ક્યારેક આવા રૂપ માં પણ જોવા મળે છે.