ગવા વર્ષે જ્યારે દેશમાં લોકડાઉન થયુ હતું ત્યારે ઘણી બધી એવી કહાનીઓ આપડા સામે આવી હતી જેને વાંચીને કે સાંભળીને આપણા આંખોના ખૂણા ભીના થઈ ગયા હોય. આવી જ એક કહાની આજે સામે આવી છે. પછાત મનાતા ઝારખંડ રાજ્યમાં એક પિતાએ પોતાના થેલેસેમિયાગ્રસ્ત બાળકને લોહી ચઢાવવા માટે 400 કિલોમીટર સાઈકલ ચલાવી હોવાનું સામે આવ્યું છે. દિલિપ યાદવ નામના આ મજૂર બે દિવસ પહેલા જ પોતાના ગામડે પરત ફર્યા છે. જે સ્થાનિક બ્લડ બેંકમાં લોહી ના હોવાના કારણે તેમજ રાજ્યમાં લોકડાઉન ચાલી રહ્યું હોવાથી બસ કે બીજું પબ્લિક ટ્રાન્સ્પોર્ટેશન ઉપલબ્ધ ના હોવાથી આ ગરીબ પિતા સાઈકલ પર જ પોતાના દીકરાને લઈ હોસ્પિટલ પહોંચી ગયો છે. જે દીકરાને લઈને સાઈકલ પર જામતારા સદર હોસ્પિટલ ગયા હતા
જે ગરીબ બાપે તેના ગામથી 200 કિમી દૂર છે. આમ, હોસ્પિટલ જવા અને ત્યાંથી ઘરે પરત આવવા તેમણે 400 કિમી સાઈકલ ચલાવી હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર નેગેટિવ ગ્રુપનું બ્લડ સ્થાનિક બ્લડ બેંકમાં ના હોવાના કારણે તેઓ પહેલા પણ દીકરાને સાઈકલ પર લઈ જામતારા ગયા હતા. જો કે આ પિતા ઘણા ગરીબ હોવાના કારણે અને કોઈ કામધંધો ના હોવાના કારણે તેઓ વાહનમાં જઈ શકવાની સ્થિતિમાં ન હતા. યાદવને ત્રણ દીકરી અને એક દીકરો છે. જોકે, ત્યારથી તેમના ઘરની નજીકની બ્લડબેંકમાં લોહી ખૂટી જતાં તેમને 20 એપ્રિલે તેમજ આ મહિને સાઈકલ લઈ જામતારા જવું પડ્યું હતું.
જોકે, કોરોનાથી બચવા તેઓ જ્યારથી પોતાના વતન આવ્યા છે, ત્યારથી તેમના માટે ન માત્ર ગુજરાન ચલાવવું પરંતુ થેલેસેમિયાગ્રસ્ત દીકરા માટે લોહીની વ્યવસ્થા કરવું પણ પડકારજનક બની ગયું છે. જો કે દીકરો જન્મ્યો તેના ચાર મહિનામાં તે થેલેસેમિયાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારથી તેને દર મહિને લોહી ચઢાવવું પડે છે.
ગોડ્ડા જિલ્લાના લેબ ટેકનિશિયન રાજેશ કુમારના જણાવ્યા અનુસાર, આખા જિલ્લામાં માત્ર દિલિપ યાદવનો દીકરો જ એવો થેલેસેમિયા પેશન્ટ છે કે જેનું બ્લડગ્રુપ નેગેટિવ છે અને તે સરળતાથી પ્રાપ્ત નથી થતું. આખા જિલ્લામાં માત્ર એક જ ડોનર છે. ત્યારે બીજી તરફ ગોડ્ડાના સિવિલ સર્જને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો તેમને પહેલાથી કહેવામાં આવ્યું હોત તો તેમણે પોતાના અન્ય સ્રોતથી ચોક્કસ બ્લડની વ્યવસ્થા કરી દીધી હોત. ત્યારે ગોડ્ડાના સિવિલ સર્જને લોકોને બ્લડ ડોનેટ કરવાની અપીલ કરતા કહ્યું હતું કે ગોડ્ડા જિલ્લામાં થેલેસેમિયાના 36 દર્દી છે અને તેમના માટે બ્લડની જરુર છે.
જોકે, આ પહેલા પણ દિલિપે સાઈકલ પર આટલું લાંબું અંતર કાપ્યું હતું. તેઓ કોરોનાની બીજી લહેર શરુ થઈ તે વખતે આ ફેબ્રુઆરીમાં જ દિલ્હીથી પરત ફર્યા હતા.