હેવાન શખ્સ પહેલા મહિલાને ઢસડીને ઘરમાં લઈ ગયો, બાદમાં કર્યું એવું કે સાંભળીને તમારું પણ લોહી ઉકળી જશે

આ બનાવ સામે આવ્યો છે જૂનાગઢ જિલ્લના કેશોદ તાલુકામાં અને સમગ્ર બનાવ અંગે જ્યારે તમે સાંભળશો ત્યારે તમારું પણ લોહી ઉકળી જશે. અહીયા એક શખ્સે તેના પરિવાસ સાથે મળીને એક મહિલા સાથે એવી હરકત કરી છે. કે મહિલા કોઈને ન તો કહી શકે કે ન તો સહી શકે તેવી તેની હાલત છે.

રસ્તે જતી એક મહિલા સાથે આરોપીની તકરાર થઈ હતી. આરોપી મહિલાને ઓળખતો પણ ન હતો. પરંતુ તકરાર થતા તે મહિલાને ઢસડીને પોતાના ઘરમાં લઈ ગયો. જ્યા તેણે મહિલાના હાથ પગ બાંધી દીધા. અને તેને ઢોરમાર માર્યો હતો.

સાંભળીને તમને નવાઈ લાગશે કે આરોપીના પરિવાજનોએ પણ તેનો સાથ આપ્યો હતો. આ મામલે ગ્રામજનોને જાણ થતા તેઓ ત્યા પહોચ્યા હતા. પોલીસને સમગ્ર મામલે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ત્યા સુધી આરોપી ત્યાથી ફરાર થઈ ગયો હતો. જેથી હાલ પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. અને તેણે એવું કહ્યું છે કે જ્યારે તે ખેતરમાં જઈ રહી હતી. ત્યારે કુતરાઓ તેને રોકી જેથી તેને ભગાડવા જતા આરોપીની દીરીઓ તેની સાથે ઝઘડી હતી. આ મામલે આરોપીને જાણ થતા તે ત્યા આવ્યો અને તે મહિલાને ઢસડીને ઝૂંપડામાં લઈ ગયો હતો. જ્યા તેણે મહિલાને ઢોર માર માર્યો.

આરોપીએ મહિલાને એવું કહીને માર માર્યો હતો કે તુ રોજ શા માટે મારા ઘર સામે જુઓ છે. સાથેજ તેણે મહિલાની જ્ઞાતિ વિશે પણ ખરાબ શબ્દો બોલીને તેને માર મારી હતી. મહિલાએ કીધું કે હુ તેમના હાથ પગ જોડતી રહી તેમ છતા તે લોકો મને મારતાજ રહ્યા.

ઉલ્લેખનિય છે કે ઢોરમાર મારવાને કારણ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી. ઘટનાની જાણ થતા ગામમાં 100 જેટલા દલિત સમાજના લોકો એકઠા થઈ ગયા અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top