જમીન વિવાદ મામલે પાટણ કલેક્ટર ઓફિસ બહાર દલિત પરિવારના એક સભ્યએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જમીન ઝઘડાને લઇને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ભાનુ પ્રસાદ વણકર નામના વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
સમી તાલુકા દુદખા ગામનો દલિત પરિવાર જમીન મામલે છેલ્લા છ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો હતોર લાંબા સમય સુધી માંગ નહીં સંતોષતા આજે બપોરના સુમારે આત્મવિલોપનના બોર્ડ સાથે કચેરી સામે પ્રદર્શન કર્યું હતું અને અરજદાર મહિલા સહીત સમાજના અન્ય બે સ્નેહીજનો મળી ત્રણેય લોકોએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસ દોડતી થઇ જવા પામી છે
અરજદાર વણકર હેમાબેન સહીત સ્નેહીજન રામાભાઈ મધાભાઈ ચમાર ,ભાનુપ્રસાદ જેઠાલાલ વણકર પાટણ કલેકટર કચેરી આત્મ વિલોપન માટે પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ કાફલો અને ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સ કલેકટર કચેરી ખાતે તૈનાત રખાયા હતા.