ઉધારના પૈસા પાછા લેવા ગયેલા વેપારીને દંપતીએ બંધક બનાવી ને આટલા લાખની માંગી ખંડણી, પોલીસે આ રીતે પકડ્યા

રાજસ્થાનના બાડમેરમાં એક વેપારીને બંધક બનાવવાનો કિસ્સો સામે આવ્યો છે. ઉધારીના પૈસા આપવા માટે ઘરે બોલાવ્યા બાદ પહેલા વેપારી સાથે મારપીટ કરવામાં આવી. જે બાદ વેપારીને બંધક બનાવી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેની પાસે 70 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ કેસમાં બાડમેરના સદર પોલીસ સ્ટેશનને સોમવારે પર્દાફાશ કર્યો છે. પોલીસને બંધક વેપારીને મુક્ત કરવામાં પણ સફળતા મળી છે. સાથે જ પોલીસે આરોપી પતિ -પત્નીની પણ ધરપકડ કરી છે. હવે પોલીસ પતિ -પત્નીની પૂછપરછમાં લાગી ગઈ છે.

આ ઘટના ભારત-પાક બોર્ડર પર આવેલા બાડમેર જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રામનગરની છે. પતિ -પત્નીએ એક વેપારીને બંધક બનાવી અને તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી. અને સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. આ રીતે ધમકીઓ આપીને તેની પાસેથી 70 લાખની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતા બંધક વેપારીને આરોપીની પકડમાંથી મુક્ત કર્યા બાદ આરોપી પતિ -પત્નીની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, હાઈસ્કૂલ રોડના રહેવાસી મનોજકુમાર પુત્ર ડાઉરામએ રિપોર્ટ રજૂ કરીને કેસ નોંધાવ્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું કે તેનો ભાઈ ધનશ્યામ ઉધાર પૈસા લેવા માટે રામનગરમાં હીરામના બોલાવતા તેના ઘરે ગયો હતો. જ્યાં હીરારામ અને તેની પત્નીએ માર માર્યા બાદ રૂમમાં બંધક બનાવી લીધા છે. સાથે તેઓ 70 લાખની ખંડણી પણ માંગી રહ્યા છે. જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો દુષ્કર્મના કેસમાં ફસાવવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી રહી છે.

સદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઝાકિર અલીના જણાવ્યા અનુસાર, પીડિત મનોજ કુમાર રવિવારે સાંજે સદર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં જણાવ્યું કે આરોપીઓએ પૈસા લેવા ગયેલા ભાઈને બંધક બનાવી લીધા છે, અને છોડવવા માટે 70 લાખ રૂપિયા માંગી રહ્યા છે.

પોલીસે મનોજને હીરારામ પર ફોન કરાવ્યો કે 70 લાખ તો તો નથી પણ 30 લાખ આપીએ અને તમે તેને છોડી દો. આ માટે તેઓ સંમત થઇ ગયા. તો તેમને કહ્યું કે સિંધરી રોડ પર આવેલી એક બેંક એટીએમ પાસે આવી જાવ, ત્રીસ લાખ રૂપિયા લઈને પહોંચી રહ્યો છું. ત્યાં પહોંચતા જ સદર પોલીસની ટીમે તેને પકડી પાડ્યો.

પોલીસે હિરારામની પત્ની અણસી જાટ નિવાસી રામદેરિયાની પણ ધરપકડ કરી લીધી. એક તરફ જ્યાં બાડમેર પોલીસ માટે આ પ્રકારનો કિસ્સો નવો નથી. પરંતુ બાબતની ગંભીરતાને જોતા બાડમેર પોલીસે ખાસ ટીમો બનાવી આરોપી હીરારામ પુત્ર ચૈનારામ અને તેની પત્ની અણસી જાટ દેવી નિવાસી રામદેરીયા હોલ રામનગરની ધરપકડ કરી અને બંધક વેપારીને મુક્ત કરવામાં સફળતા મેળવી.

પોલીસની આ મોટી કાર્યવાહી નાયબ પોલીસ અધિક્ષક આનંદસિંહ રાજપુરોહિત, કાર્યકારી સદર પોલીસ અધિકારી લીલસિંહ ભાટીના નેતૃત્વમાં કરવામાં આવી છે. જોકે, પોલીસ પતિ -પત્નીની સઘન પૂછપરછમાં લાગી છે. પોલીસ બંને આરોપીઓને મંગળવારે કોર્ટમાં હાજર કરશે.

Scroll to Top