અમદાવાદના કાલુપુર હેલ્થ સેન્ટરમાં દારૂ પીનાર AMC નો મેડિકલ ઓફિસર ઝડપાયો

કાલુપુર પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ કાલુપુર પોલીસને કંટ્રોલરૂમથી મેસેજ આવ્યો હતો કે, કાલુપુર હાજા પટેલની પોળની સામે આવેલા સમજુબા સિરોજ સિનેટ અમુક લોકો રૂમમાં બેસીને દારૂ પી રહ્યા છે. જેના કારણે કાલુપુર પોલીસની વાન મેસેજવાળી જગ્યાએ જઈ તપાસ કરી તો એક મેસેજ કરનાર અને ચિંતનભાઈ દિનેશભાઇ પટેલ ઝડપાઈ ગયા હતા. તેની તપાસ કરતા મોઢામાંથી દારૂ પીધેલા હોવાની તીવ્ર વાસ આવી રહી તી. જેથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેઓ પાસેથી અન્ય કોઈ ચીજવસ્તુ મળી નહોતી.

અમદાવાદના કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં રાત્રીના સમયે દારૂ પીનારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરને કાલુપુર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યાના સમાચાર સામે આવ્યા છે. તેમ છતાં કાલુપુર પોલીસને દવાખાનામાંથી દારૂની બોટલ મળી નહોતી. તેની સાથે દરોડા દરમિયાન ઉતારેલો વીડિયો સોશિયલ મીડિયા પાર વાઇરલ થઈ ગયો છે.

જેમાં એક દારૂની બોટલ પણ દેખાઈ રહી છે . તેમ છતાં પોલીસ દ્વારા ડોક્ટર પાસેથી દારૂની બોટલ ન મળી હોવાનો ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પોલીસ ફરિયાદમાં પણ કાલુપુર પોલીસ દ્વારા જગ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેના કારણે પોલીસે સમગ્ર બાબતને છૂપાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ જોવા મળી રહ્યું છે .

કાલુપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.જે ચુડાસમાએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, ડોક્ટર ચિંતન પટેલ સામે દારૂ પીધેલાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. વાઇરલ વીડિયોમાં જે બોટલ જોવા મળી રહી છે એ દારૂની બોટલ હોઈ પણ ના શકે. તેમ છતાં આ બાબતે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે.

Scroll to Top