એક મહિલા પર તેના 64 વર્ષના સાવકા પિતાની હત્યા કરવાનો આરોપ હતો. મહિલાએ તેના સાવકા પિતાના લેપટોપમાં તેની ખાનગી તસવીરો જોઈ હતી. આ પછી દીકરીએ ગળું દબાવીને પિતાનો જીવ લીધો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન આ મામલે ઘણા ખુલાસા થયા છે.
ધ મિરર અનુસાર, યુએસએના કેલિફોર્નિયામાં રહેતી 39 વર્ષીય જેડ જેન્ક્સ તેના સાવકા પિતા થોમસ મેરીમેનની હત્યાના કેસનો સામનો કરી રહી છે. થોમસનું 2021 માં અવસાન થયું. આ અંગે ગત સોમવારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, જેન્કસે થોમસના લેપટોપ પર તેના ખાનગી ફોટા જોયા હતા. આ જોઈને તે ગુસ્સે થઈ ગઈ હતી.
જ્યારે જેડ જેન્ક્સ સાવકા પિતા થોમસના રૂમની સફાઈ કરી રહી હતી, ત્યારે તેને લેપટોપ પર તેની પોતાની તસવીર દેખાઈ હતી. લેપટોપમાં સ્ક્રીનસેવર તરીકે તેની ખાનગી તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે જેન્ક્સ એ લેપટોપ ખોલ્યું ત્યારે તેને તેની ઘણી તસવીરો મળી આવી હતી.
દવા પીવડાવી પછી બેભાન અવસ્થામાં ગળું દબાવી દીધુ
એવો આરોપ છે કે આ પછી જેન્ક્સે તેના સાવકા પિતા થોમસને ડ્રગ્સ પીવડાવ્યું અને પછી બેભાન અવસ્થામાં તેમનું ગળું દબાવી દીધું. પોલીસને થોમસની લાશ કચરાના ઢગલામાંથી મળી આવી હતી.
પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે થોમસ મેરીમેનનું મૃત્યુ ઊંઘની ગોળીઓના ઓવરડોઝથી થયું હતું. જેન્ક્સે તેને આ ગોળીઓ આપી હતી. આ અકસ્માત ન હતો પરંતુ આયોજનબદ્ધ હત્યા હતી. જોકે જેન્ક્સે આ આરોપોને નકારી કાઢ્યા છે.
જેન્ક્સના વકીલો દલીલ કરે છે કે સાવકા પિતાનું મૃત્યુ ખરાબ સ્વાસ્થ્ય અને ડ્રગના ઓવરડોઝથી થયું હતું. તેણે ભારપૂર્વક કહ્યું કે જેન્ક્સે તેના સાવકા પિતાની હત્યા કરી નથી.
ત્યાં જ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક દાયકા કરતા વધુ સમય પહેલા જૅન્ક અને તેના પ્રેમીએ સહમતિથી જૅન્ક્સના ખાનગી ફોટા લીધા હતા. જોકે એ સ્પષ્ટ નથી થયું કે આ તસવીરો થોમસના લેપટોપ સુધી કેવી રીતે પહોંચી. સત્તાવાળાઓએ જેન્ક્સના ટેક્સ્ટ સંદેશાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો જે તેણે થોમસના મૃત્યુ પહેલા એક અજાણ્યા વ્યક્તિને મોકલ્યા હતા. આમાં જંક્સના શબ્દો શંકાસ્પદ લાગી રહ્યા છે.