બુધવારે દીકરીને પિયરથી સાસરે મોકવાની મનાઈનું આ છે કારણ

તમે આ વાત અનેકવાર સાંભળી હશે કે દીકરીને બુધવારે તેના પિયરથી સાસરે ન મોકલી શકાય. આ રિવાજ પર પ્રશ્ન પણ થતો હોય છે કે તેનું કારણ શું છે. આમ તો કહેવાય છે.

કે બુધવારે થયેલું કામ બેવડાય છે. એટલે શુભ કાર્ય કરવાની શરૂઆતમાં બુધવાર પર કોઈ નિષેધ હોતો નથી. પરંતુ સાસરેથી પિયર આવેલી દીકરીને બુધવારે ઘરેથી જવા દેવાની મનાઈ હોય છે.

માનવામાં આવે છે કે બુધવારે દીકરીને સાસરે મોકવાથી તેના પર દુ:ખ આવી પડે છે. બુધવારે દીકરી સાસરે જાય તો કોઈ ખરાબ ઘટના પણ બની શકે છે. જો કોઈની બુધની દશા ખરાબ હોય ત્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર યાત્રાનો કારક છે અને બુધ આવક કે લાભનો કારક ગ્રહ છે. બુધ ગ્રહની ચંદ્ર સાથે શત્રુતા છે તેથી બુધવારે કરેલી યાત્રા સફળ થતી નથી.

બુધવારે યાત્રા કરવાથી દુર્ઘટનાની શક્યતાઓ પણ વધી જાય છે. આ સંબંધમાં એક કથાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.

આ કથાના માધ્યમથી રસપ્રદ રીતે લોકમાનસ સુધી એ વાત પહોંચાડવામાં આવી છે કે બુધવારે દીકરીને યાત્રા ન કરાવવી જોઈએ.

વર્ષો જુની આ કથા કદાચ લોકોને યાદ નહીં હોય પરંતુ એ વાત બધાના મનમાં બેસી ગઈ છે કે બુધવારે દીકરીને સાસરે ન વળાવવી જોઈએ.

પૌરાણિક કથા

બુધવારની કથા આ મુજબ છે. વર્ષો પહેલાં મધુસૂદન નામનો એક સાહુકાર હતો, તેના લગ્ન સંગીતા નામની સુંદર અને ગુણવાન કન્યા સાથે થયા હતા. મધુસૂદન લગ્ન પછી બુધવારે તેની પત્નીને તેના માતા-પિતાના ઘરેથી વિદાય કરાવી લઈ ગયો.

મધુસૂદન અને સંગીતા બળદ ગાડામાં બેસી તેમના ઘરે જવા રવાના થઈ ગયા. થોડે દૂર પહોંચ્યા અને ગાડાનું એક પૈડું તૂટી ગયું.

ત્યાંથી ગાડું છોડી બન્ને જણા ચાલતા જવા લાગ્યા. થોડે આગળ ગયા પછી સંગીતાને તરસ લાગી તો મધુસૂદન તેને એક ઝાડ નીચે બેસાડી અને પાણી લેવા ગયો.

તે જ્યારે પાણી લઈને પાછો આવ્યો તો તેણે જોયું કે તેની પત્ની ઝાડ નીચે બીજી વ્યક્તિ સાથે બેઠી હતી. તે વ્યક્તિ પણ મધૂસુદન જેવી જ દેખાતી હતી. તેની પત્ની સમજી શકી નહીં કે કોણ તેનો સાચો પતિ છે.

મધૂસુદને તેના જેવા દેખાતા વ્યક્તિને પૂછ્યું કે તે શા માટે તેની પત્ની સાથે બેઠો છે? અન્ય વ્યક્તિએ કહ્યું, “ભાઈ, આ મારી પત્ની સંગીતા છે, પણ તું કોણ છે.” પાણી લેવા ગયો હોતો તે મધુસૂદન આ સાંભળી ગુસ્સામાં આવી ગયો અને તે નકલી મધુસૂદન સાથે ઝઘડવા લાગ્યો.

આ ઝઘડો જોઈ સિપાઈ ત્યાં આવી ગયા અને બન્નેને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા પણ નિર્ણય ન કરી શક્યા કે આ બન્નેમાંથી સાચું કોણ છે, નિર્ણય ન આવતાં બન્નેને જેલમાં પુરી દેવા માટે કહ્યું.

રાજાના આ નિર્ણયથી સાચો મધુસૂદન ગભરાઈ ગયો અને આકાશવાણી થઈ કે, “મધુસૂદન તે બુધવારે તારી પત્નીને વિદાય કરાવી અને યાત્રા કરી એટલે બુધના પ્રકોપથી આ બધું થયું.” મધુસૂદનને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ભગવાન બુધની માફી માંગી અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાનું વચન આપ્યું. ભગવાન બુધે પણ તેને માફ કર્યો અને નકલી મધુસૂદન ગાયબ થઈ ગયો.

એક શેયર જરૂર કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top