સાઉથ આફ્રિકાના ક્રિકેટર ડેવિડ મિલરે ‘નાનકડી ફેન’ની તસવીર સાથે ભાવનાત્મક પોસ્ટ શેર કરી

South African cricketer David Miller

IND vs SA: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ ટી-20 અને વન-ડે સિરીઝ માટે ભારત આવેલા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલર પર શનિવારે મોડી રાત્રે અચાનક દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હકીકતમાં લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહેલા તેના નાના ચાહકનું નિધન થયું હતું. આ સમાચારે મિલરને સંપૂર્ણપણે આંચકો આપ્યો હતો. તેણે આ વિશે તેના તમામ ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક સંદેશ જારી કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ડેવિડ મિલર તેના નાના ફેન સાથે જોવા મળી રહ્યો છે. જો કે મિલરના નાનકડા ચાહકના માથા પરના વાળ આ વીડિયોમાંના ઘણા ફોટામાં દેખાતા નથી, પરંતુ મોટાભાગના ફોટામાં તે દૃશ્યમાન છે. રિપોર્ટ અનુસાર મિલરની આ નાની પ્રશંસક કેન્સર સામે ઝઝૂમી રહી હતી તેવું કહેવામાં આવી રહ્યું છે.

 

મિલર નાના ચાહકના મૃત્યુથી ભાંગી ગયો છે, કેટલાક મીડિયા અહેવાલોમાં આ નાનકડી ફેનનું અનસાન થયું હોવાનું જણાવાયું છે. જોકે, આ માસૂમ બાળકીનો મિલર સાથે શું સંબંધ હતો તે વિશે કોઇ જાણકારી સામે આવી શકી નથી. આ મામલામાં મિલર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે આ છોકરી મિલરની ખૂબ જ નજીક હતી અને બંને વચ્ચેની લાગણીના સંબંધો હતા.

તમને જણાવી દઈએ કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થોડા સમય પહેલા જ ટી-20 અને વન-ડે શ્રેણી રમાઇ હતી. હાલમાં જ મિલરે ટી-20 શ્રેણીમાં સદી ફટકારી હતી.

Scroll to Top