ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અસરકારક છે આ ઉકાળો, જાણો તેના અન્ય 6 ફાયદા અને બનાવવાની રીત

બીલીપત્ર અને બિલીફળનો ઉપયોગ મોટાભાગે લોકો પૂજા કરવા માટે કરે છે. ખાસ કરીને શિવલિંગ પર ચઢાવવા માટે બીલીપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય બીલીપત્રનો ઉકાળો પીધો છે? જી હા, બીલીપત્રના ઉકળામાં ઘણા ઔષધીય ગુણો છુપાયેલા છે, જે ઘણા રોગોને દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે બીલીપત્રનો ઉકાળો ફાયદાકારક છે. આયુર્વેદમાં બીલીપત્રનો ઔષધિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આજે આ લેખમાં આપણે બીલીપત્રનો ઉકાળો બનાવવાની પદ્ધતિ અને તેના અનેક ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

1. લોહી ને સાફ કરે છે: બિલી નો ઉકાળો પીવાથી લોહી સાફ થઈ શકે છે. તે તમારા શરીરમાં ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. સાથે જ બિલીના પાકા ફળો અને મધનું સેવન કરવાથી પણ લોહી સાફ થઇ શકે છે.

2. હૃદયને મજબૂત બનાવે: બીલીપત્રથી તૈયાર કરવામાં આવેલા ઉકાળાનું સેવન કરવાથી હૃદય મજબૂત થઈ શકે છે. સાથે જ હાર્ટ અટેકના ખતરાને પણ દૂર કરી શકાય છે. જો તમને હાર્ટની સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લઈ ને દિવસમાં ત્રણ વખત આ ડેકોક્શનનું સેવન કરો.

3. તીવ્ર તાવ: બદલાતા હવામાનના કારણે આજકાલ લોકો ભારે તાવથી પીડાઈ રહ્યા છે. વાયરલ તાવને કારણે થતી તકલીફોને દૂર કરવા માટે તમે બિલી નો ઉપયોગ કરી શકો છો.

4. સફેદ ડાઘથી છુટકારો મેળવો: ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા ઉપરાંત સફેદ ડાઘ ને દૂર કરવામાં પણ આ ઉકાળો અસરકારક સાબિત થાય છે. હકીકત માં આ પણ માં સોરલીન નામનું એક તત્વ મળી આવે છે, જે ચામડી ને તેજ સૂર્યપ્રકાશ માં ટકી રહેવા માટે ની ક્ષમતા પૂરી પડે છે. આ ઉપરાંત તેમાં કેરોટિન પણ જોવા મળે છે, તે સફેદ ડાઘને હળવા કરવામાં મદદરૂપ થાય છે.

5. વાળની સમસ્યાથી રાહત: બીલીપત્રના ઉપયોગથી વાળને લગતી સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. આ માટે બીલીપત્રના રસમાં થોડું કપૂર ઉમેરીને વાળ પર તેલની જેમ લગાવો. આનાથી વાળમાં ખોડો દૂર થઈ શકે છે. સાથે જ વાળની અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

6. મોઢાના અલ્સરને મટાડવા માટે: બિલી ફળના ગર્ભને પાણી સાથે ઉકાળો અને તેનું સેવન કરો. આ તમારા શરીરને ઠંડક આપે છે. સાથે જ મોઢાની ગરમી પણ દૂર થઇ જશે. આ ઉપરાંત આ પાણીથી કોગળા કરવાથી પણ તમને ઘણી રાહત મળી શકે છે.

ડાયાબિટિશ માટે બીલીપત્રનો ઉકાળો: 

શરીરમાં બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટે, તમે બીલીપત્રનો ઉકાળો પી શકો છો. આ ઉકાળો તૈયાર કરવા માટે બીલીપત્ર પાનનો રસ કાઢી લો. હવે આ રસને 1 કપ પાણીમાં ઉમેરીને સારી રીતે ઉકાળો. આ પછી તેને કપમાં ગળી લો અને તમારા સ્વાદ અનુસાર મધના ટીપાં ઉમેરી શકો છો. આ ઉકાળો તમારા શરીરમાં શુગરને ઓછું કરે છે. ડાયાબિટીઝના દર્દીઓએ દિવસમાં બે વાર આ ઉકાળાંનું સેવન કરવું જોઈએ. આ ઉકાળો પીવાથી બ્લડ શુગર લેવલને ઘણી હદ સુધી કંટ્રોલ કરી શકાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે વધુ સારું સાબિત થઈ શકે છે.

આયુર્વેદમાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે. તમે તેનો ઉપયોગ ઘણી સમસ્યાઓ હલ કરવા માટે કરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે વધુ પ્રમાણમાં બીલીપત્રના ઉકાળાનું સેવન કરવાની જરૂર નથી કારણકે કોઈ પણ વસ્તુ ના વધુ પડતાં સેવનથી તમે મુશ્કેલી માં મુકાઇ શકો છો.

Scroll to Top