Cricket

ઇન્ડિયા પાકિસ્તાન મેચ બાદ વિરાટ કોહલીની દીકરીને મળી રેપની ધમકી, DCW એ દિલ્લી પોલીસને મોકલી નોટીસ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પુત્રીને ટ્વીટર પર બળાત્કારની ધમકી મળવાની બાબતમાં દિલ્હી મહિલા આયોગે દિલ્લી પોલીસ સાઈબર ક્રાઈમ બ્રાંચના ડીસીપીને મોકલવામાં આવેલ નોટીસમાં ઓનલાઈન ટ્રોલ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. DCW એ નોટીસમાં પોલીસ કમિશનરથી તેમને એફઆઈઆરની એક કોપી, ઓળખ કરવામાં આવેલ અને ધરપકડ કરવામાં આવેલ આરોપીઓની ડીટેલ, કાર્યવાહીની વિગતવાર રિપોર્ટ આઠ નવેમ્બર સુધી ઉપલબ્ધ કરાવવાનું જણાવ્યું છે.

સ્વાતિ માલીવાલે મંગળવારે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “વિરાટ કોહલીની 9 મહિનાની દીકરીને જે રીતે ટ્વિટર પર બળાત્કારની ધમકી આપવામાં આવી રહી તે શરમજનક છે. આ ટીમે આપણને હજારો વખત ગૌરવ અપાવ્યું છે, હારમાં આ ખરાબ વર્તન કેમ? મેં દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે, 9 મહિનાની બાળકીને બળાત્કારની ધમકી આપનારા તમામની ધરપકડ કરો!

T-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને પછી ન્યુઝીલેન્ડ સામે મળેલી ખરાબ હાર બાદ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીને પણ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી દ્વારા સપોર્ટ કરવા વિરોધિયો તેમને પણ છોડ્યા નથી. વર્લ્ડ કપ મેચમાં ભારતને ત્રણ દાયકામાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. ભારત-પાકિસ્તાન બગડેલા સંબંધોની વચ્ચે મળેલી હારે વિરોધીઓને તેમના પર હુમલો કરવાની તક આપી દીધી છે. સોશિયલ મીડિયા પર લોકો વિરાટ કોહલી કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવતા તેમના સામે ખૂબ ગુસ્સો નીકાળી રહ્યા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker