વિદેશમાં રહેતા પતિના કાળા કારનામા સામે આવ્યા, પત્નીએ કંટાળીને પોલીસમાં નોંધાવી ફરિયાદ…

મેગાસીટી અમદાવાદમાં હવે દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. અહીયા રોજબરોજ અવનવી ગુનાખોરી હવે સામે આવી રહી છે. ત્યારે વધુંમાં ફરી એક વીચીત્ર બનાવ આ શહેરમાં સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક મહિલાએ તેના સાસરી પત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં મહિલાએ એવો ઉલ્લેખ કર્યો છે કે તેનો પતિ છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં નોકરી કરે છે. તેની પુત્રીને અને તેને ક્યારનો કહી રહ્યો છે કે તેને લઈ જશે. લગ્નના ત્રણ વર્ષ બાદ પણ તેનો પતિ તેને વિદેશમાં લઈને નથી જતો. જે મામલે પત્નીને દાળમાં કાળું લાગતા તેણે તપાસ આરંભી હતી. જે તપાસમાં સામે આવ્યું કે તેના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે.

ફેસબુક મારફતે મહિલાને જાણ થઈ કે તેના પતિના કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધો છે. મહિલા અમદાવાદના એસજી હાઈવે પર એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. અને 2015માં તેના લગ્ન બોપલના એક યુવક સાથે થયા હતા. લગ્નબાદ તેણે એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. પરંતુ તેની પુત્રીને અને તેને તેનો પતિ વિદેશમાં નથી લઈ જતો અહીયા એકલી મુકી રાખી હતી.

લગ્નબાદ મહિલા તેના પતિ સાથે ન્યુઝીલેન્ડ ગઇ. જોકે બાદમાં તેનો પતિ અમેરિકા જતો રહ્યો. સાસરિયાઓએ મહિલાના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને પરત બોલાવી લીઘી. પણ સાસરી પક્ષ વાળા તેને ઘરે નહોતા રાખતા. જેથી તે તેની પુત્રી સાથે ભાડેથી ઘર રાખીને રહેતી હતી. પરંતુ તે સમયે તેનો પતિ તેની સાથે હતો જેની જોડે તે ભાડેથી રહેતી હતી.

ત્યારબાદ તેનો પતિ અમેરિકા જતો રહ્યો અને થોડોક ટાઈમ રહીને બંને વચ્ચે ફોન પર ઝઘડાઓ થતા હતા. અને જ્યારે તે પરત ઘરે આવતો ત્યારે તે તેને સાસરીમાં મળવા માટે બોલાવતો હતો. મહિલાએ એવા આક્ષેપ પણ કર્યા છે કે તેના તેની પાસેથી 20 લાખ જેટલું દહેજ લેવામાં આવ્યું હતું તેમ છતા તેને ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

જોકે ઉલ્લેખનિય છે કે સમગ્ર મામલે પતિની કાળી કરતૂતોનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ફેસબુક પર પત્નીએ અન્ય સ્ત્રી સાથે તેના ફોટા જોયા. જેથી પત્નીએ તેની મિત્ર મારફતે સમગ્ર વિગત કઢાવી તો સામે આવ્યું કે તેના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો છે. સાથેજ તેને એક પુત્રી પણ છે.

આ સમગ્ર મામલે મહિલાને જાણ થતાજ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે હાલ આ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top