મુંબઈમાં લોકડાઉન થતા દિપીકા પદુકોન પતિ રણવીર સિંહ સાથે બેગ્લુરુમાં માતા પિતાના ઘરે પહોચી

કોરોના શરૂ થયો ત્યારથી મહારાષ્ટ્રમાં ખાસ કરીને કેસો વધતા જતા જોવા મળ્યા હતા અને હાલ કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારે પણ આપણા દેશમાં સૌથી ખરાબ હાલત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે જેના કારણે ત્યાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કર્ફ્યુંની જાહેરાત કરી દેવામાં આવી છે જેમા તેમણે રાજ્યમાં કલમ 144 લાગૂ કરી દીધી છે.

આવા સમયે બોલીવુંડ સ્ટાર્સ પણ મુંબઈ છોડી રહ્યા છે આ વાત અમે એટલા માટે કીધી કારણકે બોલીવૂડ સ્ચાર રણવીર સિંહ અને દીપિકા પદુકોણ બેંગ્લોર જતા રહ્યા છે બેંગલુરુમાં દિપિકાના માતા પિતા રહે છે જેથી તેઓ તેના ત્યા રહેવા માટે જતા રહ્યા છે. જેથી હવે તેઓ ત્યા આગળ 15 દિવસ રજાઓ મનાવશે અને કર્ફયું હટ્યા બાદ તેઓ ફરી મુંબઈ આવશે.

દીપિકા અને રણવીરને એરપોર્ટ પર દેખાયા હતા તે સમયે તેમણે એક જેવાજ કપડા પહેરેલા હતા. બંનેનો ડ્રેસીંગ સેન્સ હંમેશા યુનીક હોય છે. ખાસ કરીને રણવીર સીંહ થોડાક અલગજ કપડામાં દેખાયો હોય છે. પરંતુ હાલમાં જે બંનેએ ડ્રેસ પહેર્યો હતો તેમાં તેઓ બંને ઘણાજ યુનીક લાગી રહ્યા હતા જેમા તેમણે ડેનિમ જેકેટની અંદર વ્હાઈટ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું.

અગાઉ પણ દીપીકા અને રણવીરને અવાર નવાર સ્પોટ કરવામાં આવ્યા છે. પરંતુ જ્યારથી કોરોના શરૂ થયો છે. ત્યારથી તે ઘરની બહાર નથી નીકળતા વધારે તેઓ ઘરમાંજ પોતનો સમય ગાળતા હોય છે. કારણકે મહારાષ્ટ્રમાં પહેલાથી કોરોનાનું સંક્રમણ ભયંકર રીતે ફેલાયેલું છે.

બંને જણા હવે ફિલ્મ 83માં નજર આવશે. આ ફિલ્મ કપીલ દેવના જીવન પર આધારીત ફિલ્મ છે. જે ફીલ્મ બનીને ક્યારની તૈયાર થઈ ગઈ છે પરંતુ કોરોનાને કારણે તે પાછળ ધકેલાઈ રહી છે. ફિલ્મને 4 જૂનના રોજ રીલીઝ કરવામાં આવે તેવી શક્યતા પણ વર્તાઈ રહી છે. આ ફિલ્મમાં દિપીકા રણવીરની પત્ની એટલે કે કપીલ દેવની પત્ની રોમી દેવનો રોલ પ્લે કરવાની છે.

ઉલ્લેખનીય છે કે આ સીવાય દિપીકા રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ સર્કસમાં પણ જોવા મળી શરે છે. આ ફિલ્મમાં પણ તેની સામે રણવીર સિંહ છે. રોહીત શેટ્ટીની ફિલ્મ શૂર્યવંશી પણ કોરોનાને કારણે પાછળ ધકેલાઈ રહી છે. આ ફિલ્મમાં પણ રણવીર સિંહ જોવા મળશે. જોકે ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમારને રાખવામાં આવ્યો છે. સાથેજ અજય દેવગણ અને કેટરીના પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Scroll to Top