અભિનેત્રી દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા પર એક્ટીવ સ્ટાર્સમાંથી એક છે. અભિનેત્રી ચાહકોની સાથે તસ્વીરો અને વિડિયોઝ શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ પોતાના વર્કઆઉટ બાદની તસ્વીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
તસ્વીરોમાં દીપિકા પાદુકોણ જમીન પર બેઠેલી જોવા મળી રહી છે. અભિનેત્રીએ સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક એન્ડ બ્રાઉન જેગિંગ પહેરી છે. આ લુકમાં દીપિકા પાદુકોણ હોટ જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસ્વીરો વર્કઆઉટ બાદની છે. તસ્વીરો શેર કરતા દીપિકા પાદુકોણે લખ્યું છે કે, બ્રીદ. અભિનેત્રીની સ્માઈલ ચાહકોના દિલ જીતી રહી છે. ચાહકો આ તસ્વીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
દીપિકા પાદુકોણ અનેક વખત પોતાની હોટ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. તેમની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ શેર થતા જ વાયરલ થઈ જાય છે. જેને તેમના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દીપિકા પાદુકોણ ખૂબ જ જલ્દી રણવીર સિંહની સાથે ફિલ્મ ‘83’માં જોવા મળવાની છે. રણવીર સિંહ તેમાં કપિલ દેવના પાત્રમાં જોવા મળવાના છે અને દીપિકા તેમની રોમી દેવીનો રોલ પ્લે કરવાની છે. તેના સિવાય દીપિકા પાદુકોણ સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડેની સાથે પણ કામ કરતી જોવા મળશે.