પિતા બાદ કોરોના વાયરસની ચપેટમાં આવી દીપિકા પાદુકોણ

કોરોના વાયરસની બીજી લહેરે દેશની સાથે-સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ હચમચાવી નાખી છે. એક તરફ જ્યાં ફિલ્મોના શૂટિંગ બંધ થઈ રહ્યા છે અને સ્ટાર્સ ઘરે બેઠા છે તો બીજી તરફ, અવાર-નવાર કોઈને કોઈ સ્ટાર અથવા તેમના પરિવારનો સભ્ય વાયરસની ચપેટમાં આવી રહ્યા છે.

તાજેતરમાં બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ નો પરિવાર કોરોના સંક્રમિત થયા ની ખબર સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો પરિવાર કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયો છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ, માં ઉજજલા પાદુકોણ અને બહેન અનિશા પાદુકોણ કોવિડ ૧૯ પોઝિટિવ છે. હવે ખુદ દીપિકા પાદુકોણ પણ કોરોના સંક્રમિત થઈ ગઈ છે. દીપિકાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, દિપીકા પાદુકોણ અત્યારે તેની ફેમિલી સાથે બેંગલોરમાં છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવારના ખાસ મિત્ર એ જણાવ્યું કે, દીપિકના પરિવારને 10 દિવસ પહેલા કોરોના વાયરસના લક્ષણો નજર આવ્યા હતા ત્યારબાદ ટેસ્ટ કરાવવા પર પોઝિટિવ આવ્યો હતો. દીપિકાના પિતા અત્યારે બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ છે પરંતુ આવતા અઠવાડિયા સુધીમાં તેમને રજા આપી દેવામાં આવશે. પ્રકાશ પાદુકોણ ના એક નજીકના મિત્રએ વાતચીત દરમિયાન જણાવ્યું કે, લગભગ 10 દિવસ પહેલા પ્રકાશ, તેની પત્ની અને પુત્રી અનિશાને કોવિડ-19 ના લક્ષણોનો અનુભવ થયો હતો. તેઓએ તુરંત તેનો ટેસ્ટ કરાવ્યો અને રિઝલ્ટ પોઝિટિવ આવ્યું હતું. ત્યારબાદ બધા પોતાની જાતે આઇસોલેટ થઈ ગયા પરંતુ દીપિકાના પિતા ને તાવ ઉતરતો હતો નહિ, માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ હવે તે સ્વસ્થ છે. પ્રકાશની પત્ની અને પુત્રી ઘરે જ કોરેન્ટાઈન છે અને આશા છે કે, ૨-૩ દિવસમાં પ્રકાશ પણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ જશે.

Scroll to Top