IndiaNews

આજે 9 લાખ દીવાઓથી જગમગશે અયોધ્યા, 12 હજાર સ્વયંસેવકો બનાવશે વર્લ્ડ રેકોર્ડ

લંકાની જીત અને વનવાસના અંત પછી ભગવાન રામના અયોધ્યા પાછા આવવાની ખુશીની ઉજવણી માટે આજે રામનગરીને નવ લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે. રામ કી પૌડી પર આયોજિત આ ભવ્ય દિવાળી (દીપોત્સવ) કાર્યક્રમમાં 36,000 લિટર તેલનો ઉપયોગ કરવામાં આવશે. 12 હજાર સ્વયંસેવકો આજે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે, જેને દુનિયાના ખૂણે-ખૂણેથી લોકો જોશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની સત્તા સંભાળ્યા બાદ પહેલા વર્ષમાં જ એટલે કે 2017માં જ દીપોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે વર્ષે લગભગ 1.80 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 2018માં દીવાની સંખ્યા વધીને 3,01,152 થઈ ગઈ. તેવી જ રીતે, 2019 માં પણ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતે 5.50 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. 2020માં 5.51 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા અને આ વર્ષે 9 લાખથી વધુ જૂના તમામ રેકોર્ડ તોડવાના છે. આ સાથે યોગી સરકાર એક નવો રેકોર્ડ પણ બનાવશે.

ઘણા મોટા પાયે કરવામાં આવી છે તૈયારી

દીવાઓ પ્રગટાવીને તેના જ વર્લ્ડ રેકોર્ડને તોડવા અને નવો રેકોર્ડ બનાવવા માટે અયોધ્યાએ કમર કસી લીધી છે. આ કાર્ય માટે અવધ યુનિવર્સિટીની સમગ્ર ટીમ છેલ્લા બે દિવસથી ઘણી મહેનત કરી રહી છે. આ મહેનતના પરિણામ છે કે, રામપૈડીના 32 ઘાટ પર મંગળવારે નિયત સંખ્યામાં નવ લાખ દીવા નાખવાનો લક્ષ્યાંક પૂરો કરી દેવામાં આવ્યો છે. આ દીપોત્સવનો મુખ્ય તહેવાર હનુમાન જયંતિ નિમિત્તે બુધવારે ઉજવવામાં આવશે. આ દીપોત્સવના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી હશે. આ પ્રસંગે રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત કેન્યા, વિયેતનામ અને ટ્રિનિડાડ-ટુબૈગોના રાજદ્વારીઓ પણ ઉપસ્થિત રહેશે.

વ્યવસ્થામાં 200 કોઓર્ડીનેટર, 32 સુપરવાઈઝર અને 32 ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી

અવધ યુનિવર્સિટી પ્રશાસને 12,000 સ્વયંસેવકોની મદદથી, ઘાટ સંયોજક અને પ્રભારીના માર્ગદર્શન હેઠળ બીજા દિવસે મંગળવારે નિશ્ચિત પેટર્ન પર દીવા મુકવાનું કામ પૂર્ણ કરી દીધું. આ દીવાઓમાં બુધવારે જ તેલ રેડવાની અને સળગાવવાની કામગીરી કરવામાં આવશે.આ વર્ષના દીપોત્સવમાં 32 ઘાટ પર લગભગ 200 જેટલા સંયોજકો, 32 નિરીક્ષકો અને 32 ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે. દીપોત્સવમાં દરેક સ્વયંસેવકને લગભગ 75 દીવાઓ પ્રગટાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. સવારે નવ વાગ્યાથી ઘાટ પર સ્વયંસેવકો તેમના ઘાટ પર તૈયાર રહે અને ચોક્કસ પેટર્ન પર દીવાઓ પ્રગટાવવાનું કામ શરૂ કરી દીધું.

સ્વયંસેવકોની સુવિધા માટે કરવામાં આવી બસની વ્યવસ્થા

રામ પૈડીના ઘાટ નંબર બે પર આઝાદીના અમૃત ઉત્સવની પેટર્ન આપવામાં આવી હતી. ઘાટ નંબર ત્રણ અને ચાર પર કેવટ અને રામ-રાવણ યુદ્ધની પેટર્ન, ઘાટ નંબર પાંચ અને છ પર રામભક્ત હનુમાન અને એક ભારત શ્રેષ્ઠ ભારત પેટર્ન બનાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રવિશંકર સિંહે દીપોત્સવને ભવ્ય બનાવવા માટે દીપોત્સવના અધિકારીઓને કોવિડ પ્રોટોકોલ સાથેની સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા સૂચના આપી છે.

સ્વયંસેવકોને આવવા-જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. યુનિવર્સિટીમાંથી નિયત સમયે બસને રામ કી પૈડી ખાતે મોકલવામાં આવશે. કોવિડ-19ના નિયમોથી તમામ સ્વયંસેવકોને વાકેફ કરવામાં આવ્યા છે. નોડલ ઓફિસર પ્રો. શૈલેન્દ્ર વર્માએ જણાવ્યું કે સ્વયંસેવકો ઓળખ કાર્ડ સાથે સુરક્ષાનું ધ્યાન રાખશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker