રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં થયા હાજર: આગળની સુનાવણી 12 જુલાઈના રોજ થશે

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

મોઢ વણિક સમાજે કરેલા માનહાનિના કેસની કાર્યવાહીમા આજે કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતની ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે કોગ્રેસના આગ્રણી નેતા શક્તિસિંહ ગોહીલ,અમિત ચાવડા સહિત સુરતના સ્થાનિક કોગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી સાથે કોર્ટ સંકુલમા ઉપસ્થિત રહ્યા હતા.

આજથી બે વર્ષ પહેલાં કર્ણાટક ખાતે લોફસભાના ચૂંટણી પ્રચારમાં તત્કાલીન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આર્થિક ગુનેગાર નિરવ મોદી, લલિત મોદી, વિજય માલિયા વગેરે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના કરી મોદી અટકધારી મોઢવણિક સમાજ માટે બદનક્ષીકારક ઉચ્ચારણ કર્યા હતા. જેથી સુરત પશ્ચિમના ભાજપી ધારાસભ્ય તથા મોઢવણિક સમાજના અગ્રણી પૂર્ણેશ મોદીએ રાહુ ગાંધી વિરૂધ્ધ ઈપીકો 499, 500 મુજબ બદનક્ષીનો કેસ કર્યો હતો.

છેલ્લા બે વર્ષથી ચાલતી કેસ કાર્યવાહીની આજની મુદતમા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટનો સ્ટેજ હોઈ રાહુલ ગાંધીને સુરતકોર્ટમાં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી હતી. અંદાજે એકાદ કલાક સુધી કોર્ટ રૂમમાં હાજર રહેલા રાહુલ ગાંધી સહિત અગ્રણી નેતાઓ હાજર રહી ફર્ધર સ્ટેટમેન્ટની કાર્યવાહી પૂરી કરી હતી. આરોપી રાહુલ ગાંધીના બચાવ પક્ષે ત્રણ અરજીઓ આપી હાઈકોર્ટમાં ફરિયાદની કાયદેસરતાને પડકારતી અપીલ કરી હોવાની વિગતો સાપડી છે. હવે પછી આ કેસની કાર્યવાહીની આગામી મુદત તા.12 જુલાઈના રોજ હાથ ધરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો