દિલ્હીમાં કોરોના સંક્રમણના હાલાતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી નવા કેસમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલ લોકડાઉનને વધુ એક અઠવાડિયા માટે વધારવામાં આવ્યું છે, જે 24 મેની સવાર સુધી વધારવામાં આવ્યું છે. જેથી COVID-19 ના સંક્રમણને ફેલાવાતા રોકી શકાય.
કેજરીવાલે કહ્યું કે અમે વધુ એક અઠવાડિયા માટે દિલ્હીમાં લોકડાઉન (Lockdown Extended in Delhi) વધારી રહ્યા છીએ. આવતીકાલે એટલે કે 17 મી મેના બદલે દિલ્લીમાં આગામી સોમવારે 24 મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી રહી છે. જે આજે એક અઠવાડિયું વધુ તે લંબાવવામાં આવ્યું છે. પ્રતિબંધો પણ અગાઉની જેમ જ લાગૂ રહેશે.
We are extending the lockdown by one more week in Delhi: Delhi Chief Minister Arvind Kejriwal pic.twitter.com/WYrgyquUfZ
— ANI (@ANI) May 16, 2021
20 એપ્રિલના રોજ COVID-19 કેસોમાં ભારે વધારાની વચ્ચે દિલ્હી સરકારે લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી. તેને ચોથી વખત 24 મેની સવાર સુધી વધારવામાં આવ્યું છે. આ લોકડાઉન 17 મેના રોજ સવારે પાંચ વાગ્યે પૂરું થશે.
છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના નવા કેસોની સંખ્યા અને પોઝીટિવ રેટમાં સતત ઘટાડા સાથે દિલ્હીમાં COVID-19 ની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે લોકડાઉન એટલા માટે વધારવામાં આવી રહ્યું છે કારણ કે કોરોના અત્યાર સુધીમાં કોરોના વાયરસથી લડવામાં જે લાભ થયા છે, તે હવે હળવા કરીને ઓછો ન થઇ જાય. લોકડાઉનમાં જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો સિવાય કોઈને ઘરની બહાર નીકળવાની મંજૂરી નહીં રહે. દિલ્હીમાં કલમ 144 લાગૂ રહેશે. દરેક રીતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લાગૂ રહેશે. જેથી કરીને હાલાત વધુ સુધરી શકે.
આ ઘોષણાના એક દિવસ પહેલા રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં 6,430 નવા કોવિડના 19 કેસ અને 337 લોકોનાં મોત નોંધાયા છે, જ્યારે પોઝીટીવ રેટ 11.32 ટકા ઓછો થઈ ગયો છે. આ સુધી કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં કેસ “ધીરે ધીરે અને સતત” ઘટતા જઈ રહ્યા છે. અહીં સતત બીજો દિવસ હતો જયારે દિલ્લીમાં એક જ દિવસમાં 10,000 થી ઓછા કેસ નોંધાયા હતા.
करोना ने क़हर ढाया हुआ है। लोग बहुत दुःखी हैं। ये वक्त एक दूसरे पर उँगली उठाने का नहीं, बल्कि एक दूसरे को सहारा देने का है
मेरी “आप” के हर कार्यकर्ता से अपील है की वे जहां भी हैं, अपने आस पास के लोगों की तन, मन, धन से भरपूर मदद करें। इस वक्त यही सच्ची देशभक्ति है, यही धरम है
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 16, 2021
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે કોરોનાનો કેર વર્તાયો છે. લોકો ખુબ દુખી છે. આ સમય એકબીજા પર આંગળી ઉઠાવવાનો નથી પરંતુ એક બીજાને સહારો આપવાનો છે. મારી આપના દરેક કાર્યકરને વિનંતી છે કે જ્યાં પણ હોવ, તમે આસપાસના લોકોની તન, મન અને ધનથી ભરપૂર મદદ કરો. આ સમય સારી દેશભક્તિનો છે, એ જ ધર્મ છે.
નોંધનીય છે કે, દિલ્હીમાં 19 એપ્રિલના રોજ લોકડાઉન લાગૂ કરાયું હતું. આ ચોથીવાર લોકડાઉન આગળ વધારવામાં આવ્યું છે. જે 24મી મેના સવાર સુધી લાગૂ રહેશે. આ અગાઉ લોકડાઉન આવતી કાલે પાંચ વાગે ખતમ થવાનું હતું.