વડોદરાનો શહેરનો આશ્વર્યચકિત કરનાર કિસ્સો સામે આવ્યો છે. ફિલ્મ કે ટીવી સિરિયલમાં કામ અપાવવાના બહાને દિલ્હીની યુવતીને વડોદરા હોટલમાં બોલાવી ડાયરેક્ટર દ્વારા નગ્ન ફોટા પાડીને દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપી દ્વારા પહેલા છોકરીના નામે ફેસબૂકમાં એકાઉન્ટ બનાવીને તેમાંથી દિલ્હીની યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ત્યારબાદ તેને ટીવી સિરિયલમાં મોડલિંગની લાલચ આપી અને વડોદરાની હોટલમાં પણ બોલાવી લીધી હતી. પછી યુવતીના નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપીને હજારો રુપિયાની માંગણી યુવક દ્વારા કરવામાં આવી હતી. જ્યારે અંતે કંટાળીને દિલ્હીની યુવતીએ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી છે.
દિલ્હીની યુવતી દ્વારા ફરિયાદમાં જણાવ્યું છે કે, જાન્યુઆરી-2020 માં મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અશીકા ત્રિપાઠી નામના એકાઉન્ટથી મેસેજ આવ્યો હતો. તેણે મને મોડલિંગ માટે ઓફર કરી હતી. જેથી મેં તેમને હા કહી દીધું હતું. તેણે જણાવ્યું કે, પોતે કર્માં ફિલ્મ પોડ્કશનના કાસ્ટિંગ ડાયરેક્ટર છે તે રીતની ઓળખાણ આપી હતી. ત્યારબાદ તેણે મારો મોબાઇલ નંબર રાજ મિશ્રા નામના વ્યક્તિને આપી દિધો હતો. રાજ મિશ્રાએ મને ફોન કરી કહ્યું કે, જો તમને એક્ટિંગ અને મોડલિંગમાં રસ છે તો તમારે વડોદરા આવવું પડશે. તમારો પોર્ટફોલિયો તૈયાર કરવા માટે 15 હજાર રૂપિયા આપવા પડશે અને તેમણે મને તેમનો બેંક એકાઉન્ટ નંબર આપ્યો, જેમાં મેં 13 હજાર રૂપિયા જમા કરાવી દીધા હતા.
ત્યારબાદબાદ તારીખ 29 ફેબ્રુઆરીનાં રોજ રાજ વર્મા દ્વારા યુવતીને વડોદરાની દાંડિયા બજારમાં આવેલી રાજધાની હોટલમાં બોલાવવામાં આવી હતી. તેણે જણાવ્યું હતું કે, હોટલનાં મેનેજરને મારું નામ કહેજો એટલે તમને એક રૂમની ચાવી આપશે. તમે ત્યાં જતા રહેજ. ત્યાર બાદ યુવતી રૂમમાં પહોંચી હતી. રાજ વર્માએ યુવતી પાસે અન્ય 52 હજાર પણ માંગ્યા હતા. જેમાંથી યુવતીએ 25000 રૂપિયા આપી દીધા હતા.
પછી રાજે યુવતીને કહ્યું કે, તમારે મોડલિંગ માટે ન્યૂડ ફોટા પડાવવા પડશે. ત્યાંરે યુવતીએ ના પાડી તો તેણે અન્ય છોકરીઓનાં ફોટા પણ બતાવ્યા હતા. જેથી યુવતી માની ગઇ અને નગ્ન ફોટા માટે તૈયાર થઇ ગઈ હતી. ફોટા પડાવ્યા બાદ તેણે મારી સાથે પહેલા છેડછાડ કરી અને પછી દુષ્કમ આચર્યું હતું. પછી બાદમાં રાજે યુવતીને ધમકી આપી અને જો તો કોઇને કહીશ તો તારા ફોટોસ અને વીડિયો વાયરલ કરી દઈશ. પછી તેણે યુવતીને કહ્યું કે, બાકી રકમ મારા ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખજે. યુવતી તે દિવસના તે હોટલમાં જ રહી અને બીજા દિવસે પિતરાઇ ભાઇને ત્યાં ચાલી ગઈ અને પછી બાદ દિલ્હી નીકળી ગઈ હતી.
દિલ્હી બાદ પણ રાજ મિશ્રા, આકાંક્ષા વર્મા અને હંસિકા ત્રિપાઠી મને અવારનવાર ફોન કરીને રૂપિયા 50 હજારની માંગણી કરતો હતો. નગ્ન ફોટાને વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો. આ બ્લેકમેઇલિંગથી આખરે કંટાળીને દિલ્હીની યુવતીએ દિલ્હી સાઇબર ક્રાઈમ સેલ ફરિયાદ દાખલ કરી દીધી હતી. પછી તે ફરિયાદને વડોદરા પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી અને દિલ્હીની યુવતીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી.
તેમ છતાં આ કેસમાં આશ્ચર્યચકિત કરનારી વાત સામે આવી કે, આકાંક્ષા વર્મા, હંસિકા ત્રિપાઠી અને રાજ મિશ્રા એક જ વ્યક્તિના નામ છે. આનું સાચું નામ રજનીશ મિશ્રા પૃથ્વીરાજ મિશ્રા હોવાનું સામે આવ્યું અને તે જેતપુર ખેરવાડી ઉત્તરપ્રદેશનો રહેવાસી નીકળ્યો છે. દિલ્હીની યુવતીની ફરિયાદ દાખલ પર રજનીશ મિશ્રાને શોધવાની તપાસ શરૂ કરવામાં આવી છે.