દિલ્લીમાં મ્યુકરમાઇક્રોસિસ રોગને મહામારી જાહેર કરવામાં આવી, બ્લેક ફંગસની દવાઓ દુનિયામાં જ્યાં પણ છે, તેને ભારત લાવો, PM મોદી

બ્લેક બાદ વ્હાઇટ અને યલો એમ અલગ અલગ ફંગસ આવ્યા છે. જેને લઇને લોકો ભારે ચિંતામાં છે. બ્લેક ફંગસની બિમારીનો ખર્ચો પણ ખુબ થાય છે માટે તેને લઇને લોકો વધારે સતર્ક બન્યા છે. કોરોનાવાયરસ (Coronavirus) ની સાથે જ દેશના ઘણા ભાગોમાં ચિંતાનું કારણ રહેલ બ્લેક ફંગસ (Black Fungus) એટલે કે મ્યુકરમાઇક્રોસિસ (Mucormycosis) રોગ દિલ્હીમાં મહામારી જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકારે આ માટે ઔપચારિક જાહેરનામું બહાર પાડ્યું છે. જણાવી દઈએ કે દિલ્હીમાં મ્યુકરમાઇક્રોસિસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસના કેસો ઝડપથી વધી રહ્યા છે. શુક્રવાર, 21 મેના રોજ, દિલ્હીમાં લગભગ 200 જેટલા મ્યુકરમાઇક્રોસિસના કેસ હતા, જ્યારે બુધવારે, 26 મેએ તેની સંખ્યા વધીને 620 થઇ ગઈ છે.

હવે 7000 રૂપિયામાં નહિ માત્ર 1200 રૂપિયામાં મળશે બ્લેક ફંગસનું ઇન્જેક્શન

બ્લેક ફંગસની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શન હજુ સુધી બજારમાં 7000 રૂપિયામાં મળી રહ્યા છે, પરંતુ આ ઇન્જેક્શન હવે ફક્ત 1200 રૂપિયામાં મળશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ ઇન્જેક્શનને લૉન્ચ કર્યું છે. દેશમાં ફક્ત એમ્ફોટેરિસિન બી ઇમલ્શન ઇંજેક્શનનું નિર્માણ અત્યાર સુધીમાં એક જ કંપની કરી રહી હતી, પરંતુ હવે વર્ધાની જેન્ટેક લાઇફ સાયન્સ પણ આ ઇન્જેક્શન બનાવવા લાગી છે.જેનટેક લાઇફ સાયન્સમાં દરરોજ લગભગ 20,000 વાયલ ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.

‘બ્લેક ફંગસની દવાઓ દુનિયામાં જ્યાં પણ છે, તેને ભારત લાવો, PM મોદીનું અધિકારીઓને કહ્યું

કોરોનાવાયરસ (Coronavirus) પછી હવે ભારતમાં મહામારી નું સ્વરૂપ ધારણ કરી ચૂકેલ બ્લેક ફંગસ Black Fungus) અથવા મ્યુકરમાઇક્રોસિસ સામે લડવા માટે સરકાર યુદ્ધના ધોરણે તેના માટે લાગી ગઈ છે. આની સારવાર માટે, ડોકટરો લિપોસોમલ એમ્ફોટોરિસિન બી નામના ઈંજેક્શનનો ઉપયોગ કરે છે. આ દવાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે, ભારત સરકારે વધુ પાંચ કંપનીઓને તેનું ઉત્પાદન કરવા માટે લાઇસન્સ આપ્યું છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદી સતત આ સંદર્ભમાં અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમને અધિકારીઓને સૂચના આપી છે કે આ દવા દેશના જે પણ ખૂણામાં ઉપલબ્ધ હોય, તેને તાત્કાલિક ભારત લાવવામાં આવે.

મ્યુકરમાકોસિસ રોગ ના લક્ષણોમાં મુખ્યત્વે

  • નાકમાંથી કાળું દ્રવ્ય કે લોહી નીકળવું
  • નાક બંધ થઈ જવું
  • માથાનો દુખાવો અથવા આંખ દુખવી
  • આંખોની આસપાસ સોજો આવવો, ધૂંધળું દેખાવું, આંખો લાલ થવી, આંખોની રોશની જવી, આંખો
  • બંધ કરવા કે ખોલવામાં પરેશાની
  • ચહેરો સુન્ન થઈ જવો, ચહેરા પર કરચલીઓ લાગવી
  • મોં ખોલવામાં પરેશાની થવી.
  • એક બાજુનો ચહેરો સોજી જવો
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો, જેવા લક્ષણો જોવા મળે છે.
  • ઉબકા આવવા કે ઉલટી થવી
  • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
  • પેટનો દુખાવો

મ્યુકરમાકોસિસ રોગથી બચવા શું કરવું જોઈએ

મ્યુકરમાઈકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું, વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો, ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો જરૂરી છે. મ્યુકરમાઈકોસિસના ઉપચાર માટે ફૂગ પ્રતિરોધક દવાઓ જેવી કે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ ઉપયોગી છે.

એમ્સના દિશાનિર્દેશ અનુસાર મ્યુકરમાઈકોસિસના લક્ષણો પર નિયમિત દેખરેખ રાખવી જોઈએ અને જો કોઈ ભાગમાં દર્દ થાય તે ઉપરાંત દાંત પડી રહ્યાં હોય અથવા તો મોંની અંદર સોજા હોય અથવા તો કાળો ભાગ દેખાતો હોય તો ડોક્ટરની સહાય લેવી જોઈએ.

આ રોગના દર્દીને મારવા પડે છે આટલા ઈન્જેક્શન

જો લોકોને કોરોના સંક્રમણ થાય તો તેમને વૈકસીનના બે ડોઝ લેવા પડે છે પરંતુ જો મ્યુકોરમાઇકોસિસનો સામાન્ય દર્દી હોય તો તેને 7 હજાર સુધીના 8 ઈન્જેક્શન મારવા પડે છે, જ્યારે ગંભીર હોય તો તેને 20 ઈન્જેક્શન મારવાની પણ ફરજ પડે છે. જોકે બીમારી કાબૂમાં ન આવે તો આ દર્દીઓને સર્જરી પણ કરવી પડી શકે છે, જેના માટે બીજા અલગથી 6 થી 7 લાખનો ખર્ચ થવાની શક્યતા રહેલી છે. જે મ્યુકરમાઈકોસિસની સારવાર કેન્સર અને કિડનીની બીમારી કરતાં પણ વધુ ખર્ચાળ સાબિત થઈ રહી છે. જો કે આ મ્યુકરમાઈકોસિસની સારવાર પાછળ દર્દીએ 1 મહિનામાં 12 થી 40 લાખ સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે.

Scroll to Top