ચાલતા-ચાલતા મોબાઇલ ઉપયોગ કરનારા થઇ જજો સાવધાન! Delhi Policeએ વીડિયો શેર કરી કર્યા એલર્ટ

અકસ્માતનો ભોગ બનવું, અજાણ્યા લોકો સાથે અથડાવું, સીડી પરથી નીચે પડવું. આ કોઈ વાક્ય નથી, પરંતુ વધતી જતી ચિંતાજનક સમસ્યા છે, જેના માટે આપણે પોતે જ જવાબદાર છીએ, કારણ કે મોબાઈલ આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે અને એલાર્મની ઘંટડી વગાડી રહ્યો છે. મોબાઈલ ફોનનું વળગણ પણ આપણા માટે નુકસાનકારક હોઈ શકે છે.ચાલતી વખતે અને ડ્રાઇવિંગ કરતી વખતે લોકોને ટેક્સ્ટિંગ કરતા જોવા એ એક સામાન્ય બાબત બની ગઈ છે અને તેના ખતરનાક પરિણામો સામે આવી રહ્યા છે. આ જ મુદ્દાને દિલ્હી પોલીસ દ્વારા હાઇલાઇટ કરવામાં આવ્યો છે, જે વિવિધ વિષયો પર જાગૃતિ ફેલાવવા માટે ઘણીવાર રમુજી અને નવા વીડિયો શેર કરે છે.

દિલ્હી પોલીસે વીડિયો શેર કરીને લોકોને ચેતવણી આપી છે

દિલ્હી પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે, જેમાં કેટલાક લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પગપાળા જઈ રહ્યા છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. અનેક ઉદાહરણો બાદ તેમણે એક મહિલાનું ઉદાહરણ આપ્યું હતું કે ડ્રાઇવિંગ કરતી વખતે ફોન લગાવે છે, જે મોબાઇલનો ઉપયોગ કરતી વખતે અકસ્માતનો શિકાર બને છે.દિલ્હી પોલીસે કેપ્શનમાં લખ્યું, ‘કહી પે નિગાહે, કહી પે નિશાના .. વાહન ચલાવતી વખતે માત્ર રસ્તા પર જ ધ્યાન રાખો, મોબાઈલ પર નહીં. મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને માર્ગ સલામતી પર પાઠ આપતા, દિલ્હી પોલીસે એક વીડિયો શેર કર્યો જેમાં લોકો ટેક્સ્ટિંગ અને વૉકિંગ કરતા જોઈ શકાય છે.

મોબાઈલનો ઉપયોગ કરતી તે મોટી દુર્ઘટના થઈ શકે છે

આ ક્લિપ એ વાત પર ધ્યાન દોરે  છે કે કેવી રીતે લોકો ટેક્સ્ટિંગ કરતી વખતે યોગ્ય રીતે ચાલી શકતા નથી તો તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે કેવી રીતે કરી શકે?વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, ‘જ્યારે લોકો ચાલતી વખતે અને ફોનનો ઉપયોગ કરતી વખતે પોતાની સંભાળ રાખવામાં અસમર્થ હોય છે, ત્યારે તેઓ કેવી રીતે પોતાની જાત પર વિશ્વાસ રાખી શકે કે તેઓ ડ્રાઇવિંગ કરતી વખતે વિચલિત નહીં થાય?’ 7 નવેમ્બરના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને 15,000થી વધુ વખત જોવામાં આવ્યો છે અને 100થી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ મહત્વપૂર્ણ સંદેશની પ્રશંસા કરી અને તેમના વિચારો શેર કર્યા.

Scroll to Top