દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સુધી લોકડાઉન, શ્રમજીવીઓ રાજ્ય છોડીને ન જાય તેવી અપીલ કરવામાં આવી

કોરોનાને કારણે હાલ દેશમાં ખુબજ ખરાબ પરિસ્થિતી સર્જાઈ છે તેમા પણ દિલ્હીમાં તોકેસ વધતાજ જઈ રહ્યા છે સાથેજ અટકવાનું નામજ નથી લઈ રહ્યા જેના કારણે મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી દીધી છે આજે રાતે 10 વાગ્યા પછી દિલ્હીમાં લોકડાઉન લાગી જશે અને 26 તારીખે સવારના 6 વાગ્યા સુધી લોકડાઉનની અમલમાં રહેશે.

કારોના સંક્રમણને કાબૂમાં રાખવા માટે દિલ્હી સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે લોકડાઉન કરતા પહેલા કેજરીવાલે એક મહત્વની બેઠખ કરી હતી જેમા ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પણ હાજર હતા જે બેઠકમાં લોકડાઉન મુદ્દે ફાયનલ નિર્ણય લેવામાં આવ્યો.

સમગ્ર મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેમા તેમણએ લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરી હતી લોકડાઉન દરમિયાન તેમણે લોકોને અપીલ કરી છે કે સંક્રમણને રોકવું છે જેથી કારણ વગર કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે ઉપરાંત તેમણે વીક એન્ડ લોકડાઉનમાં જે પ્રતિબંધ રાખ્યા હતા તેવાજ પ્રતિબંધો આ લોકડાઉનમાં રાખ્યા છે.

કોરોનાને કારણે હાલ દિલ્હીની હાલત સૌથી ખરાબ છે અહીયા રોજના 25 હજાર જેટલા કેસનોંધાઈ રહ્યા છે. સાથેજ હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે દવાઓનો સ્ટોક પણ પતિ ગયો છે આ ઉપરાંત દિલ્હીમાં ઓક્સિજનની પણ અછત સર્જાઈ છે હાલત એટલી હદે ખરાબ થઈ છે કે દર્દીઓન હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી સાથેજ જગ્યા મળે તો તેમને સંભાળવા પેરામેડિકલ સ્ટાફ પણ નથી.

લોકડાઉન કર્યા બાદ કેજરીવાલે કહ્યું કે કોરોના સામેની લડાઇ લાંબી છે અને આ લડાઈમાં લોકો તેમનો સાથ આપે તે વધારે જરૂરી છે સાથેજ તેમણે એવું કહ્યું કે તેમણે બધીજ બાબતો અત્યાર સુધીમાં જનતા સમક્ષમુકી છે ઉપરાંત તેમણે ટેસ્ટીંગ મામલે પણ કહ્યું કે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે સરકાર દ્વારા મોતનો આકડો પણ છુપાવામાં નથી આવ્યો.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલે એવું પણ કહ્યું કે હોસ્પિટલોમાં કેવી સ્થિતી છેતે મુદ્દે પણ તેમણે જનતાને જણાવ્યું હતું સાથેજ તેમણે કહ્યું કે ઘણી મોટી હોસ્પિટલોમાં બેટ પણ ખઊટી ગયા છે ઉપરાંત દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યો જે કારણો સર આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે જોકે શ્રમીકો પાછા તેમના વતને ન જતા રહે તે મામલે પણ તેમણે અપીલ કરી છે.

Scroll to Top