આ તો કેવી કેરી જેનું રક્ષણ કરવા માટે 4 ગાર્ડ અને ડોગ્સ રાખવામાં આવ્યા, કેરીની કિંમત સાંભળી ઉડી જશે તમારા હોશ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ઉનાળો આવતાની સાથે જ કેરીની સીઝન શરૂ થઈ જાય છે. તેની સાથે જ કેરીના રસિયાઓ કેરી લેવા માટે પડાપડી કરવા લાગે છે. પરંતુ શું તમે 2.70 લાખ રૂપિયાની કિલો કેરી મિયાઝાકી વિશે જાણો છો? મધ્યપ્રદેશના કપલ દ્વારા તેમના બગીચામાં આ જાપાનના મિયાઝાકી શહેરની કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. તેમને બે આંબાનું રક્ષણ કરવા માટે ચાર ગાર્ડ અને 6 ડોગ્સને ઊભા રાખી દીધા છે. ગયા વર્ષે ચોર તેમના આંબા પરથી કેરી ચોરીને ભાગી ગયા હતા. જેના કારણે તેમના મગજમાં આ આઈડિયા આવી ગયો હતો.

જેમાં જબલપુરમાં રાની અને તેના પતિ સંકલ્પ પરિહર દ્વારા આ મૂલ્યવાન કેરીના આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કેરીની છાલનો રંગ કેસરી નહીં પરંતુ જાંબુડિયો કલર હોય છે. દુનિયાની સૌથી મોંઘી કેરીમાં મિયાઝાકીનું નામ પ્રથમ આવે છે. આ કેરીને એગ્સ ઓફ ધ સન પણ કહેવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કેરીનું 2.70 લાખ પ્રતિ કિલોના ભાવમાં વેચાણ થયું હતું. મધ્યપ્રદેશના કપલે બે આંબા અને તેના પર આવેલી 7 કેરીનું રક્ષણ કરવા માટે બોડીગાર્ડ રાખી લીધા છે.

આ કેરી વાવવા વિશેમાં સંકલ્પ પરિહરે જણાવ્યું હતું કે, એકવાર હું ટ્રેનમાં ચેન્નાઇથી થોડા છોડ ખરીદવા માટે જઈ રહ્યો હતો, તે વખતે એક અજાણ્યા ભાઈએ મને એક રોપ આપ્યો અને મને એ રોપને વાવવા અને તેનું જતન એક બાળકની જેમ કરવા કહ્યું હતું. આ રોપ મિયાઝાકી કેરીનો હશે એ મને ખબર નહોતી. આ કઈ વેરાઈટી કેરીનો છોડ હતો એ જાણ્યા વગર જ અમે તેની દેખભાળ શરૂ કરી દીધી હતી. બાદમાં અમને ખબર પડી કે આ તો મિયાઝાકી કેરીનો રોપ છે. મે કેરીને મારી મમ્મીનું નામ ‘દામિની’ આપેલ છે. દુનિયા માટે ભલે એ મિયાઝાકી મેંગો હોય, પણ મારા માટે તો તે દામિની છે અને જ હંમેશા રહેશે.

જયારે સંકલ્પની પત્ની રાનીનું કહેવું છે કે, દેશ-દુનિયાના ઘણા લોકો અમને આ કેરી ખરીદવા માટે ફોન કરે છે. તાજેતરમાં એક મુંબઈના જ્વેલરી એક કેરીના 21 હજાર રૂપિયા આપવા તૈયાર થયા, પરંતુ અમે ના પાડી દીધી હતી. આંબા પર આ કેરી વ્યવસ્થિત રીતે પાકે નહીં ત્યા સુધી અમે તેને કોઈપણ ગ્રાહકને વેચી ના શકીએ.

આ કેરીનું જાપાનના મિયાઝાકી શહેરમાં વાવેતર થાય છે. એક કેરીનું વજન 350 ગ્રામ હોય છે અને નોર્મલ મેંગો કરતાં મિયાઝાકીમાં 15% વધારે શુગર રહેલ હોય છે. આ કેરી એન્ટિઓક્સિડન્ટસ અને બેટા-કેરોટિન, ફોલિક એસિડથી ભરપૂર રહેલ હોય છે. આંખની તકલીફ ધરાવતા લોકો માટે આ ફાયદાકારક હોય છે. એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન આ કેરી ઉગે છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો