કોંગ્રેસના આક્ષેપો સામે નાયબ મુખ્યમંત્રીના પ્રહાર, કહ્યું કોંગ્રેસ હીનકક્ષાની રાજનીતી કરે છે…

રાજ્યમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે જેના કારણે ગુજરાતની જનતામાં ભયનો માહોલ છે તેવામાં સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રી કર્ફયું લાદી દેવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી સામે સતત પ્રશ્નો ઉઠાવામાં આવી રહ્યા છે જે મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાની ચુપ્પી તોડી છે તેમણે કહ્યું કે સંક્રમણથી નાગરિકોને બચાવવા તે એમની નૈતિક ફરજ છે.

સાથેજ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે જનતા અમારા કામથી ખુશ છે એજ કારણે સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં અમે જીત્યા છે આ કારણે કોંગ્રેસ દ્વારા અમારી કામગીરી સામે સવાલો ઉઠાવામાં આવે છે. વધુંમાં તેમણે કહ્યું કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવાની વૃત્તિ આગળ ધરીને કોંગ્રેસ રાજનીતી કરવા માગે છે. જે તેમને જરા પણ શોભતું નથી.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ બધાજ આરોપોને ફગાવીને નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે નાગરિકોની સુરક્ષા કરવાનો સમય છે ત્યારે કોંગ્રેસ વાહિયાત નિવેદન આપીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે આ ઉપરાંત તેમણે કહ્યું સંક્રમણને રોકવા માટે અમારી સરકાર છેલ્લા એક વર્ષથી પ્રયાસ કરી રહી છે સાથેજ મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ પદે રચાયેલી કોર કમિટિની બેઠકો રજા રાખ્યા વગર એક વર્ષથી અવિરત પણે મળી રહી છે. જે બેઠકોમાં જનહિતકારી નિર્ણયો લેવામાં આવે છે.

કોરોનાના આંકડા છુપાવા મુદ્દે નાયબ મુખ્યમંત્રીએ પોતાની ચુપ્પી તોડી અને કહ્યું કે રાજ્યમાં હાલ કોરોનાના કેસ સંખ્યા વધી છે તે સાચી વાત છે પરંતુ રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના આંકડા છુપાવા નથી માગતી તેમણે કહ્યું કે હાલ રાજ્યમાં 40 હજાર જેટલા RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે સાથેજ 60 હજાર જેટલા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જે પૈકી જેનો પણ રિપોર્ટ પોઝિટીવ આવે તેની નોંધણી કરવામાં આવે છે.

આ ઉપરાંત નાયબ મુખ્યંત્રીએ એવું પણ કહ્યું કે સંક્રમિત દર્દીઓને સારવાર આપવા માટે રાજ્યમાં ત્રિ-સ્તરીય સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમા કોવીડ કેર સેન્ટરમાં સામાન્ય લક્ષણોવાળા તેમજ લક્ષણો વગરના દર્દીઓને પણ સારવાર પુરી પાડવામાં આવે છે.

સાથેજ તેમણે કહ્યું કે અન્ય બિમારી ધરાવતા દર્દીઓને પણ પુરી સારવાર આપવામાં આવે છે અને ગંભીર લક્ષણો વાળા દર્દીઓનેતો પુરતી સારવાર આપવામાં આવી રહી છે વધુંમાં તેમણે એવું પણ કહ્યું કે રાજ્યમાં હાલ 55 હજાર કરતા વધારે બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને જરૂર જણાય તો વધારે બેડ પણ ઉપલબ્ધ કરવામાં આવશે

ઉલ્લેખનિય છે કે સરકાર દ્વારા છેલ્લા એક સપ્તાહમાં 5 હજાર જેટલા બેડ વધારવામાં આવ્યા છે. જેમા અમદાવામાં 1200 જેટલા બેડ વધારવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 3400 કરતા વધારે વેન્ટીલેટરની સુવિધા છે. સાથેજ સરકાર દ્વારા 3 લાખ કરતા વધારે રેમ઼ેડેસિવિર ઈન્જેકશનનો ઓર્ડર પણ આપવામાં આવ્યો છે. ઉપરાંત અત્યાર સુધીમાં 60 લાખ કરતા વધારે લોકોને રાજ્યમાં વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

Scroll to Top