આપણા દેશમાં અનેક મંદિરો આવેલા છે અને તે દરેક મંદિરોનું પોત પોતાનું અલગ અલગ મહત્વ હોય છે. અને લોકો આ મંદિરોમાં પોતાની શ્રદ્ધા અને ભાવના રાખીને તેમના જીવનના દુઃખ દૂર કરવા માટે ભગવાન પાસે વિનંતી કરતા હોય છે અને દેશમાં ઘણા એવા મંદિરો છે જે તેમના ચમત્કારોને કારણે આખા દેશમાં અને વિદેશોમાં પણ પ્રખ્યાત છે. આવા મંદિરોની આસપાસ મોટા મોટા કુંડો પણ આવેલા હોય છે. ત્યારે આજે આપણા આવા જ એક મંદિર વિશે જાણીશુ, જે ગુજરાતમાં આવેલ છે. આ મંદિર સાસણગીરના જંગલમાં વચ્ચે આવેલી એક અદ્ભુત અને ચમત્કારિક જગ્યા છે.
આ મંદિર તુલસીશ્યામ મંદિર છે, આ મંદિરમાં ભગવાન તુલસીશ્યામની મૂર્તિ વર્ષો જૂની હોવાનું કહેવામાં આવે છે. જે અમરેલી જીલ્લાની સરહદે અને ગિર સોમનાથ જીલ્લામાં આવેલું છે. આ મંદિર હવે ગુજરાતમાં ગીરના વન રાષ્ટ્રીય ઉદ્યાનમાં સોમનાથ માટે છે. જે ગાઢ જંગલ અને ગિરિઓની વચ્ચે આવેલ આ ધાર્મિક સ્થળ તરીકે જાણીતું બન્યું છે.
આ જગ્યાએ ત્રણ કુંડ આવેલા હોવાનું કહેવામાં આવે છે અને આ કુંડનું પાણી બારેમાસ ગરમ જ રહે છે. ત્યારે આ મંદિરે જે પણ ભકતો આવે છે તે ચોકક્સ આ કુંડની મુલાકાત લઈને તેમાં સ્નાન કરે છે. ત્યારે આ કુંડમાં સ્નાન કરવાની એક માન્યતા પણ છે જે આ કુંડમાં સ્નાન કરે છે તેમના ચામડીના રોગો અને મણકાના રોગો પણ દૂર થઇ જાય છે. જેના કારણે અહીં મોટી સંખ્યામાં કુંડમાં સ્નાન કરવા આવતા જતા રહે છે.
જો કે આ કુંડનો ઉલ્લેખ સ્કંદપુરાણમાં પણ કરવામાં આવેલ હોવાનું જાણવવામાં આવે છે. આ મંદિર ગિર સોમનાથ જીલ્લામાં ધારીથી 45 કિમી અને ઉનાથી 35 કિ.મી.અંતરે આવેલું છે. તે બંને શહેરો સાથે જોડાયેલું છે. તુલશીશ્યામ શ્રી કૃષ્ણના શામળિયા સ્વરૂપનું મંદિર છે.
જો કે ધાર્મિક ગ્રંથો અને પુરાણો અનુસાર કહેવામાં આવે છે કે જલંદર નામના એક મહાન યોદ્ધાએ મોટા મોટા દેવોને પણ તેની શક્તિ અને બળથી હંફાવી દીધા હતા, અને આ કારણે જલંદર પર ભગવાન વિષ્ણુ ખુશ થઈને તેને એક વરદાન માંગવા કહ્યું હતું, ત્યારે આ વરદાનમાં જલંદરે માંગ્યું હતું કે ભગવાન વિષ્ણુ અને તેની બહેન લક્ષ્મીજી તેના ઘરે રહે એટ્લે કે તેઓ જલંદરના ઘરે આવીને રહે. ત્યારે ભગવાન વિષ્ણુએ જલંદરને આ વરદાન આપતા કહ્યું કે, જે દિવસે તેનાથી કોઈ પણ અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓ બંને ત્યાંથી પાછા જતાં રહેશે.
જો કે આ જલંદરની પત્ની વૃંદા એક સતી સ્ત્રી હતી. અને તેના રાજમાં ધર્મ રાજ ચાલતું હતું. પરંતુ દેવો સાથે તેમના ઘણા વેર થઇ ગયા હતા. ત્યારે નારદજીએ એક દિવસ તેની પાસે જઈને કહ્યું કે, બધા જ દેવો પાસે તેમની સુંદર પત્નીઓ છે, પરંતુ તમારી પાસે શું છે? ત્યારે જલંદરે નારદ મુનિને કહ્યું કે મારી પત્ની વૃંદા છે, અને તે સુંદર છે ત્યારે આ અંગે નારદ મુનિએ તેને કહ્યું વૃંદા તમારી પત્ની ખરી પરંતુ તે સતી છે, તે પત્નીના ખરા સ્વરુપવાન સ્વરૂપમાં નથી. ત્યારે આ મામલે જલંદરે નારદજીને પૂછ્યું, સૌથી સુંદર સ્ત્રી કોણ છે, ત્યારે નારદજીએ કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ સ્વરુપવાન મહાદેવના પત્ની પાર્વતીજી છે.
ત્યારબાદ જલંદરે સ્વરુપવાન મહાદેવના પત્ની પાર્વતીજીને મેળવવા માટે વચન લીધું અને આ જ દરમિયાન જલંદરની મતી બગડી જેના કારણે તેના વરદાનનો અને તેનો ધર્મ પણ ભ્રસ્ટ થઇ ગયો હતો. ત્યારે તેમના ભગવાન વિષ્ણુ તેમના વરદાનના વચન પ્રમાણે ભગવાન વિષ્ણુજી તેમના લોકમાં પાછા જતા દરમિયાન અહીં તુલસી શ્યામમાં ભગવાન વિષ્ણુજીએ મનોહર ઉદ્ધારની રચના કરી હતી અને અહીં તેઓ એક સામાન્ય સાધુનું રૂપ ધારણ કરીને સમાધિમાં બેસી ગયા હતા. ત્યારે જલંદરની પત્ની વૃંદાને સ્વપ્નમાં કંઈક અણબનાવ થવાનો અહેસાસ થયો ત્યારે આ વાતની ખાતરી કરવા માટે તે ગયા ત્યારે આ દરમિયાન તેને રસ્તામાં એક તપસ્વી દેખાયા હતા અને આ સમગ્ર ઘટનાને જાણ તેને કહી.
ત્યારે આ સાધુએ વૃદાંને કહ્યું કે હવે તારા પતિના જીવનનો અંત થવાનો છે. ત્યારે વૃંદાના ખોળામાં તેના પતિના શરીરીના ટુકડા પડવા લાગ્યા હતા. અને આ દૃશ્ય જોઈને વૃંદા વિલાપ કરવા લાગી હતી અને તે જોઈને ભગવાન વિષ્ણુજીએ નકલી જલંદરનું રૂપ ધારણ કરી લીધું હતું. અને વૃંદા સાથે અધર્મ કામ કર્યું હતું. જેનાથી વૃંદાનો પણ ધર્મ ભ્રષ્ટ થઇ ગયો હતો. અને આ વૃંદાનું ધર્મ ભ્રષ્ટ થતાં જ તેના પતિ જલંદરનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ વૃંદાને જાણ થઇ કે આ બધી જ માયા ભગવાન વિષ્ણુ દ્વારા રચવામાં આવી છે. જેના કારણે તેને ભગવાન વિષ્ણુને શ્રાપ આપી દીધો કે તમારી પત્નીનું કોઈ તપસ્વી દ્વારા અપહરણ કરવામાં આવશે. ત્યારબાદ આ શ્રાપને લઈને રામાયણમાં સીતાજીનું અપહરણ એક તપસ્વી એટલે કે રાવણના રૂપમાં થયું હતું.