દેશમાં કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર પહોંચતા રચાયો ઈતિહાસ

ભારતે કોરોના સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ પડાવ પાર કરી લેવામાં આવ્યો છે. દેશમાં ગત 16 જાન્યુઆરી 2021ના રોજ શરું થયેલા કોરોના રસીકરણના મહાઅભિયાનમાં ઐતિહાસિક પળ આવી ગઈ જ્યારે આજે દેશમાં કુલ 100 કરોડ લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ગયું છે. તેની સાથે જ નિષ્ણાંતો હાલની સ્થિતિને જોતા કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાને દૂર સુધી જોઈ રહ્યા નથી.

જ્યારે બીજી તરફ દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ભારતે કોરોના સામેની જંગ જીતી લીધી હોય તેવું જોવા મળી રહ્યું છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનુસખ માંડવિયા દ્વારા ટ્વિટ કરીને લખવામાં આવ્યું છે કે, આવો અમારી સાથે જોડાવ અને ઈતિહાસને રચાતાને તમે જુઓ.

તેની સાથે દેશમાં કોરોના સંક્રમણને કાબુમાં લાવવા માટે શરુ કરવામાં આવેલા રસીકરણના મહાઅભિયાનના 279 દિવસમાં જ દેશમાં 100 કરોડ લોકોને રસી આપી દેવાઈ છે. આજે તે લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં કોવિડ ડેશ બોર્ડ મુજબ 14,66,707 લોકોને રસી આપી દેવામાં આવી છે. તેની સાથે જ ભારતે ઇતિહાસ રચી દીધો છે.

આ તક પર વડાપ્રધાન મોદી પણ દિલ્હીમાં RML હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ ઐતિહાસિક ઘડીના સાક્ષી પણ બન્યા હતાં. જ્યારે બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપ અને સરકાર તરફથી કોરોના રસીકરણના 100 કરોડના આંકડાની સિદ્ધિને બિરદાવવા માટે ઠેર-ઠેર ખાસ લાઈટિંગ કરાઈ છે.

જ્યારે મહત્વની વાત એ છે દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એવામાં https://www.covid19india.org/ ના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક નવા કોરોના કેસની સંખ્યામાં છેલ્લા 24 કલાક કરતાં થોડો ઉછાળો થયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 18,357 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા છે જ્યારે 160 લોકોના કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે બીજી તરફ 17,558 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને હોસ્પિટલમાંથી ઘરે ગયા છે. આ કારણોસર હાલ દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1,72,519 પહોંચી છે.

તેની સાથે આ ઐતિહાસિક તક પર આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે 100 કરોડ ડોઝ પૂર્ણ થવા પરની ઉજવણીના સંદર્ભમાં એક ગીત અને એક ફિલ્મ પણ લોન્ચ કરવાના છે.. આ કાર્યક્રમ બપોરના લાલ કિલ્લા પર યોજાશે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ ગીતમાં કૈલાશ ખેર અવાજ આપવાના છે. છે. તેની સાથે જાણવા મળ્યું છે કે, 1400 કિલોનો દેશનો સૌથી મોટો તિરંગો પણ લાલ કિલ્લા પર લગાવવામાં આવે તેવી અપેક્ષા રહેલી છે.

Scroll to Top