દેશ ની રાજધાની દિલ્હી ની પ્રખ્યાત હોસ્પિટલ માં લાગી ભીષણ આગ, જે હોસ્પિટલમાં અરૂણ જેટલી પણ લખલ છે. આ ભીષણ આગ ખુબજ ઝડપી લાગી રહી છે અને હિસ્પિટલની ખુબજ ગંભીર પરિસ્થિતિ છે.
દેશની રાજધાની દિલ્હીની જાણીતી હોસ્પિટલ એમ્સમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. એવી માહિતી મળી છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. પ્રાપ્ત માહિતી મુજબ આગ પહેલા અને બીજા ફ્લોર પર લાગી છે. અને માહિતી અનુસાર અરુણ જેટલી પણ ત્યાંજ છે.
આ હોસ્પિટલ દિલ્હી ની જાણીતી હોસ્પિટલ છે. મીડિયા રિપોર્ટ મુજબ એમ્સના ટીચિંગ બ્લોકમાં આ આગ લાગી છે. એમ્સમાં આગ લાગ્યાની ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર નિયત્રંણ મેળવવા પૂરજોર કોશિશ કરી રહી છે.
ફાયર ડિપાર્ટમેન્ટની 34 ગાડીઓ આગને કાબુમાં લેવાની કોશિશ કરી રહી છે. સાવચેતીને પગલે એમ્સમાં ઇમરજેન્સી વિભાગને બંધ કરવામાં આવ્યો છે અને હોસ્પિટલ ના લોકોનો બચાવ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર બીજા ફ્લોરમાં ભીષણ આગ લાગી છે. રિપોર્ટ મુજબ એમ્સના બીજા ફ્લોર પર આવેલ પીસી બ્લોકમાં આગ લાગી છે. ઉલ્લેખનીય છે કે એમ્સ માત્ર દિલ્હી જ નહીં પણ સંપૂર્ણ દેશમાં જાણીતી હોસ્પિટલ છે.
સૌથી ખાસ વાત એ છે કે હાલ પૂર્વ કેન્દ્રીય મંત્ર અરૂણ જેટલી ખરાબ સ્વાસ્થ્યને પગલે સારવાર માટે એમ્સમાં દાખલ છે. તેથી ત્યાં રાષ્ટ્રપતિ, પીએમ સહિત કેટલાક કેન્દ્રીય નેતાઓ અને અન્ય વીવીઆઈપીની અવર-જવર સતત ચાલું છે અને અરૂણ જેટલી ના ખબર અંતર પૂછવા અનેક નેતાઓ ની અવર જવર ચાલુ છે. હાલમાંજ પીએમ નરેન્દ્ર મોદી અનેઅમિત શાહ પણ આ હોસ્પિટલમાં અરૂણ જેટલીના હાલચાલ પૂછવા આવ્યા હતા.
આવી પરિસ્થિતિમાં ત્યાં આગ લાગવી પ્રશાસન માટે મોટો પડકાર છે અને અને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓનો બચાવ કરી દેવામાં આવ્યો છે. અને હોસ્પિટલના દરેક વ્યક્તિઓ સુરક્ષિત છે.