હાલ દેશ ના અર્થતંત્ર માં વિશાળ ગાબડું જોવા મળે છે.જેના કારણે સમગ્ર દેશ માં મંદી નો માર ચાલી રહ્યો છે. ત્યારે મંદી પાર થયેલ એક રિસર્ચ મુજબ દેશના જે રાજ્યોમાં સૌથી વધુ બેરોજગારી છે,તેમાંથી 6 રાજ્યોમાં ભાજપની સરકાર અથવા પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન સરકારનો ભાગ છે.
આર્થિક મંદી વચ્ચે સેન્ટર ફોર મૉનિટરિંગ ઈન્ડિયન ઈકોનૉમી (CMII) ના બેરોજગારી સાથે જોડાયેલા સર્વેના આંકડામાં આ વાત સામે આવી છે. CMII ના સપ્ટેમ્બરના ડેટા પ્રમાણે, ત્રિપુરામાં સૌથી વધુ બેરોજગારીનો દર છે.
સર્વેમાં સામે આવ્યું કે, ભાજપ શાસિત હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં બેરોજગારી સૌથી વધું છે. ભાજપ શાસિત આ રાજ્યોમાં 31.2 ટકા બેરોજગારી દર છે. જે બાદ દિલ્હીમાં 20.4 અને હરિયાણામાં 20.3 ટકા બેરોજગારી દર છે.
જ્યારે અન્ય રાજ્યોમાં હિમાચલ પ્રદેશ 15.6 ટકા,પંજાબ 11.1 ટકા,ઝારખંડમાં 10.09 ટકા,બિહારમાં 10.3 ટકા,છતીસગઢમાં 8.6 ટકા અને ઉત્તર પ્રદેશમાં 8.2 ટકા બેરોજગારી છે. બેરોજગારીની રાષ્ટ્રીય સરેરાશ 8.18 ટકા છે.ભારતીય રાજ્યોના માસિક સર્વેમાં 43,600 ઘરોને સામેલ કરવામાં આવ્યા છે.
ત્રિપુરાની બેરોજગારી દર રાષ્ટ્રીય સરેરાશ 3.8 ઘણી વધારે છે.જ્યારે દિલ્હી અને હરિયાણાના દરો રાષ્ટ્રીય સરેરાશ કરતા 2.5 ટકા અધિક છે.વાત કરીએ દક્ષિણના રાજ્યોની તો અહીં બેરોજગારી ઉત્તર ભારતની સરખામણીએ ઓછી છે.
કર્ણાટક અને તમિલનાડુમાં સૌથી ઓછો બેરોજગારી દર છે. કર્ણાટકમાં 3.3 ટકા તોતમિલનાડુમાં 1.8 ટકા બેરોજગારી દર છે. આ મહિને હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે અને હાલ આ બન્ને રાજ્યોમાં ભાજપની સત્તા છે.મહારાષ્ટ્રમાં જ્યાં 5.7 ટકા બેરોજગારી દર છે, તો હરિયાણામાં બેરોજગારી દર મુદ્દે વિપક્ષ સતત આલોચના કરતું આવ્યું છે.
હરિયાણામાં આ વખતે વિધાનસભા ચૂંટણી લડી રહેલા સેફોલૉજિસ્ટ યોગેન્દ્ર યાદવની સ્વરાજ ઈન્ડિયા પાર્ટીએ દાવો કર્યો છે કે, રાજ્યમાં 19 લાખથી વધુ લોકો બેરોજગાર છે.આ આંકડો કદાચ તામર ઘરના કોઈ સભ્ય નો પણ હોઈ શકે છે.
જેમાં 16 લાખથી વધુ તો મેટ્રિક પાસ છે,જ્યારે 3.8 લાખથી વધુ સ્નાતક અથવા તેના કરતા પણ ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે. CMIIએ જણાવ્યું કે,ભારતમાં બેરોજગારીનો દર ઓગસ્ટ માસમાં 8.2 ટકા સાથે ગત ત્રણ વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તર પર છે.
આ વર્ષે ઓગસ્ટમાં બેરોજગારી દર ઓગસ્ટ 2018ની સરખામણીએ 2 ટકા વધારે રહ્યો છે.ભારતમાં છેલ્લા 6 વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં સાડા ત્રણ ઘણી વધારે બેરોજગારી વધી છે. જ્યારે સૌથી વધુ બેરોજગારી શહેરી વિસ્તારમાં યુવતીઓ વચ્ચે છે.
આ ખુલાસો સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટના જૂનમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી થયો છે. NSSO અને PLFSના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2005-06 માં ગ્રામીણ વિસ્તારના યુવાઓ વચ્ચે બેરોજગારીનો દર 3.9 ટકા હતો.
આ દર વર્ષ 2009-10માં વધીને 4.7 ટકા પર પહોંચી ગયો છે.વર્ષ 2011-12માં આ 5 ટકા પર પહોંચ્યો અને આગામી 6 વર્ષ બાદ 2017-18માં સાડા ત્રણ ઘણો વધીને 17.4 ટકા પર પહોંચી ગયો છે.હોવી આ આંકડા સમગ્ર દેશ ને નીચું જોવા મજબૂર કરે છે.
એક સર્વે મુજબ આ બેરોજગારી ની અસર સૌથી વધુ મધ્યમ અને નીચલા વર્ગની વ્યક્તિઓ પર જોવા મળે છે.ઉપલા વર્ગમાં આવતા તમામ બિઝનેસમેન,અને ઉદ્યોગકારો ને કોઈ જાજી મુશ્કેલી દેખાતી નથી.