News

દેશને અનલોક કરી મોદી સરકારએ કરી દીધી સૌથી મોટી ભૂલ,આજે એવી સ્થિતિ થઈ ગઇ છે કે જાણી તમે પણ ફફળી જશો.

ઉપરી અધિકારીઓ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે એક ખાસ ટિમ બનાવવામાં આવી હતી આ નેશનલ ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારતના અનેક ઝોનમાં હવે કોરોનાનું સામૂદાયિક સંક્રમણ થઈ રહ્યું છે માટે વર્તમાન સંજોગોમાં કોરોના પર કાબુ મેળવવો સંભવ છે તેમ માનવું ભૂલ ભરેલું છે તેમ જણાવ્યું હતું.હાલમાં જ્યારે હવે સરકાર અનલોક કરી રહી છે ત્યારે આ સ્થિતિમાં સખત લોકડાઉનમાંનની જરૂર છે.

કોરોનાં ના સતત વધતા સંક્રમણ ને ધ્યાન માં લઈને તાત્કાલિક બેઠક બોલવી લેવાયેલા નિર્ણયો આજે ખોટા પડી રહ્યા છે.કોવિડ-19 માટે રચવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સના સદસ્યોએ કોરોનાના સંક્રમણનો સામનો કરવા માટેના સરકારના વલણની ટીકા પણ કરી હતી.ભારતમાં અગાઉ પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સંભવિત પુરાવાઓ મળ્યા હતા.એપ્રિલ મહીનામાં ભારતની મેડિકલ રિસર્ચ સંસ્થા ICMRએ આ તરફ ઈશારો પણ કર્યો હતો.

જેને સ્વાસ્થ્ય મંત્રાલયે નજરઅંદાજ કરી દીધેલો.નેશનલ ટાસ્ક ફોર્સે કોરોના મહામારીના મોનિટરિંગ માટે એપ્રિલ મહીનામાં એક કમિટીની રચના કરી હતી.અને આ કમિટી એ પોતાના તારણો બહાર પાડ્યા હતાં જે મુજબ એવું નક્કી થયું કે ક્યાંક ને ક્યાંક મોદી ના નિર્ણય ખોટા પડી રહ્યા છે.દરેક મોટી મોટી મેડીકલ ક્ષેત્રની કમિટીઓ નું પણ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક નિયમોજ ખોટા છે.મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ત્રણ પ્રખ્યાત સંસ્થાઓએ 25મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોરોના મહામારી પર નિયંત્રણ માટે અપનાવાયેલી કેન્દ્રની પદ્ધતિઓની ટીકા કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના પૂર્વ સલાહકાર, એઈમ્સ, બીએચયુ, જેએનયુના પૂર્વ અને વર્તમાન પ્રોફેસર વગેરેએ વડાપ્રધાનને પત્ર લખ્યો હતો અને ડો. ડીસીએસ રેડ્ડીએ પણ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. ડો. રેડ્ડી કોરોનાનો અભ્યાસ કરવા રચાયેલી એક કમિટીના પ્રમુખ છે.સરકાર દ્વારા જે નિર્ણય નિયમો લીધા હતાં તે ઉતાવળ માં અને કોઈપણ જાતની વિચારધારા વગરનાં હતાં.સરકાર એઘણાં નિયમો ખોટા લાઇ લીધા હતાં જેના કારણે ઘણાં લોકોને તકલીફ થઈ હતી.

આ મહામારીની શરૂઆતમાં જ્યારે સંક્રમણની ઝડપ ઓછી હતી ત્યારે જ મજૂરોને તેમના ઘરે જવાની મંજૂરી આપી દેવી જોઈતી હતી કારણકે તેમ કરવાથી વર્તમાન સ્થિતિથી બચી શકાત.શહેરોથી પરત ફરી રહેલા મજૂરો હવે દેશના ખૂણે-ખૂણામાં સંક્રમણ લઈ જઈ રહ્યા છે જેથી અનેક ગ્રામીણ વિસ્તારો પ્રભાવિત થશે અને ત્યાં પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.જ્યાં સુધી ખબર પડશે કે તે કોરોનાં પોઝીટીવ છે તેનાં દ્વારા અનેક લોકો સુધી આ પ્રસરણ થઈ ચૂક્યું હશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker