ઓસ્ટ્રેલિયાના વિક્યોરિયામાં રહેનારી એક માતાએ પોતાના મૃત નવજાતની તસવીર શેર કરી મહિલાઓને એલર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. અહીં રહેનારી 20 વર્ષની ક્રિસ્ટી વોટસને એક ભાવુક કરી દેતી પોસ્ટમાં જણાવ્યું કે, કેવી રીતે બાળકના હ્રદયના ધબકારા ગર્ભમાં જ અટકી ગયાં હતાં. પ્રેગ્નેન્સી દરમિયાન તેના શરીરમાં તેના લક્ષણ પહેલાં જ જોવા મળી રહ્યા હતાં, પરંતુ તેણે આ લક્ષણને સામાન્ય સમજીને ઇગ્નોર કરી દીધા હતાં.
આ કારણે બાળકનું મૃત્યુ થયું
ક્રિસ્ટીએ લખ્યું કે, કોઇપણ પરિવાર કોઇપણ માતાને આવું દુઃખ થવું જોઇએ નહીં, જેવું દુઃખ તેને થઇ રહ્યું છે. ક્રિસ્ટીએ જણાવ્યું કે, તેના બાળકનું મૃત્યુ પ્રી એક્લેમ્સપિયા Pre-eclamspia ના કારણે થયું હતું. આ બીમારીના કારણે હાઈ બ્લડ પ્રેશરની સાથે-સાથે યૂરિનમાં પ્રોટીનની માત્રા વધી જાય છે.
નર્સે જણાવ્યું કે, તેના બાળકની હાર્ટ બીટ હતી નહીં. તેના ત્રણ દિવસ બાદ ક્રિસ્ટી દ્વારા મૃત બાળકની ડિલીવરી કરાવવામાં આવી હતી. લગભગ 12 કલાક ચાલેલી આ મુશ્કેલ પ્રોસેસ બાદ ક્રિસ્ટીએ પોતાના મૃત બાળકોને ખોળામાં લીધું અને ખૂબ જ રડી હતી.
બાળકને તૈયાર કર્યું
રિપોર્ટ્સ પ્રમાણે ક્રિસ્ટીએ મૃત બાળકને પોતાના હાથે નવડાવ્યું, નવા કપડાં પહેરાવીને તૈયાર કર્યું અને ટેડી બિયર્સની વચ્ચે સુવડાવી દીધું. આ જોઇ હોસ્પિટલનો સ્ટાફ પણ ભાવુક થઇ ગયો. ક્રિસ્ટી સતત તે જ વાત રિપીટ કરતી રહી કે, આપણે આપણાં શરીરની કોઇપણ વાતને નજરઅંદાજ કરવી જોઇએ નહીં.
મને પહેલાં જ કંઇક ખોટું થઇ રહ્યું હોય તેવું લાગ્યું હતું
ક્રિસ્ટીએ કહ્યું, ‘મારા ચહેરા અને પગમાં સતત સોજા આવી રહ્યા હતાં. અનેક અઠવાડિયા સુધી ભયાનક માથાનો દુખાવો થઇ રહ્યો હતો. મારું બ્લડ પ્રેશર વધતું હતું. મને એવું લાગ્યું કે, પ્રેગ્નેન્સીમાં આ લક્ષણ સામાન્ય હોઇ શકે છે. મેં આ વાતને ગંભીરતાથી લીધી નહીં. જો તમને પ્રેગ્નેન્સી દરમિયાન આવો કંઇ અનુભવ થાય તો ડોક્ટર્સને મોડું કર્યા વિના મળી લેવું જોઇએ.’