દ્વારકામાં તાજીયા કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે સર્ઘજાયું ર્ષણ, પથ્થમરામાંથી પોલીસકર્મીઓને થઈ ગંભીર ઈજા

દ્વારકાના સલાયા ગામ નજીક આજે પોલિસની ટીમ પર છ જેટલા વ્યકિતો દ્વારા હુમલો કરી દેતા ત્રણ પોલિસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમાં પણ એક પોલિસ કોન્સ્ટેબલને વધુ ઈજાઓ થતા સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયા ગામમાં પોલિસની ટીમ પર હુમલો કરાયો હતો. પોલિસ કોન્સ્ટેબલ મુકેશ કેસરિયા અને તેની ટીમ સલાયા ગામ નજીક હોય ત્યારે અસામાજિક તત્વો દ્વારા પોલીસની ટીમ પર હુમલો કરાયો હતો.

આ ઘટનામાં કોન્સ્ટેબલ મુકેશ કેસરિયા ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી છે જ્યારે અન્ય બે પોલિસકર્મીઓને પણ સામાન્ય ઈજા થઈ છે. અસામાજિક તત્વો દ્વારા પોલિસને માર મારવામાં આવ્યો હોવાની ઘટનાથી હાહાકાર સર્જાઈ ગયો છે.

જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પોલિસ કોન્સ્ટેબલ મુકેશ કેસરિયાને જામનગર હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. જ્યારે સમગ્ર બનાવ બાબતમાં પોલીસે છ આરોપીઓ સામે પોલિસ ટુકડી પર હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે. જેમાં આરોપી એજાજ રજાક, રીઝવાન રજાક અને અકબર રજાકે ત્રણ ભાઈઓ સિવાય ગુલામ હુશેન અને શબીર હુશેન નામના બે ભાઈઓ અને જાવેદ ઉર્ફે જાવલો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જ્યારે આરોપી પૈકીના એજાજ, રીઝવાન અને અકબર નામના ત્રણ ભાઈઓ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય જે બાબતનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે વળી પોલિસ કંટ્રોલ રૂમમાં એજાજના ઘર નજીક ઝઘડો પણ થયો છે તેવો ફોન સામે આવ્યો હતો અને પોલિસ ટુકડી સ્થળ પર પહોંચી ત્યારે ઓચિંતો હુમલો કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલિસ પરના હુમલાના તમામ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવનાર છે. તેમાં જાવેદ ઉર્ફે જાવલો અગાઉ પોલિસ જાપ્તામાંથી ફરાર થયેલ છે જે રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું છે.

Scroll to Top