આ વખતે જન્માષ્ટમીના ના પવિત્ર પર્વ પાર લાલજી ના પવિત્ર ધામ દેવભૂમિ દ્વારકા માં કંઈક અલગજ રીતે આ પર્વ ની ઉજવણી કરવા ની યોજના છે.તો આવો જાણીએ કે શું છે.
આ વખત ની નવી થીમ.ગુજરાતના દરિયાકાંઠે વસેલા દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણની નગરી માનવામાં આવે છે. લગભગ આખુ વર્ષ અહીં ભક્તોની ભીડ રહે છે.
આ નગરી 2500 વર્ષથી વધુ જૂની હોવાનું મનાય છે. અહીં તમે એક વખત જન્માષ્ટમી ઉજવશો તો એ અદભૂત અનુભવ આજીવન ભૂલી નહિ શકો.
ભારતમા સ્પિરિચ્યુઅલ ટૂરિઝમ વધી રહ્યું છે ત્યારે સરકારે 12 શહેરો માટે હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના સ્કીમ બહાર પાડી છે જે હેરિટેજ સાઈટ્સના વિકાસ પર ફોકસ કરશે.દ્વારકા દેશની સૌથી જૂની હેરિટેજ નગરીમાંની એક છે.
આથી આ સ્કીમમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે.દ્વારકાને ભગવાન શ્રીકૃષ્ણની નગરી માનવામાં આવે છે. તે હિન્દુઓના સાત પવિત્ર યાત્રાધામોમાંનું એક છે.
આ કારણે લોકો આ જગ્યાને પવિત્ર માને છે અને દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ આ સ્થળની મુલાકાત લે છે.જન્માષ્ટમીના દિવસે આ સ્થળે રીતસર માનવમહેરામણ ઉમટે છે.
દ્વારકાધીશ મંદિરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી થાય છે. ભગવાન કૃષ્ણના નિત્યકર્મ પછી ઉજાણી થાય છે. અબોટી બ્રાહ્મણ વિધિ કરે છે.
અને સવારે મંગળા આરતી સાથે તહેવારની ઉજવણી શરૂ થાય છે.જન્માષ્ટમીના દિવસે તમે જ્યાં નજર નાંખશો ત્યાં તમને રોશની જોવા મળશે, ભજન-કીર્તન અને શ્લોકોચ્ચાર સંભળાશે.
દ્વારકામાં આ દિવસે માહોલ અલગ જ હોય છે.જો તમે જન્માષ્ટમીએ દ્વારકા જવાનું વિચારતા હોવ તો આજે અમે તમને એવી કેટલીક બાબતો વિષે જણાવીશું જે તમારી મુલાકાતને વધુ રસપ્રદ બનાવી દેશે. દ્વારકાધીશ મંદિર 15મી સદીમાં ભંધાયુ હતુ.
અને તેમાં કાળી શિલામાંથી ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા બનાવવામાં આવી છે. મંદિર ચૌલુક્ય શૈલીથી બાંધવામાં આવ્યુ છે.
મંદિર બાંધવા માટે ચૂનાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રબાળે આ મંદિર બંધાવ્યુ હતુ.
મંદિરની અંદર મ્યુઝિયમ છે જેમાં ઈતિહાસ સાથે જોડાયેલી ચીજોને ડિસ્પ્લે કરવામાં આવી છે.દ્વારકાનું મંદિર માઈલો દૂરથી જોઈ શકાય છે. દ્વારકા નગરીમાં બધા જ રસ્તા આ મંદિર સુધી પહોંચે છે. જગત મંદિર તરીકે લોકપ્રિય આ મંદિરને ભગવાન શ્રીકૃષ્ણના માનમાં બાંધવામાં આવ્યું હતું. અહીં દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે તેમની પૂજા કરવામાં આવે છે. પાંચ માળનું મુખ્ય મંદિર 2000 વર્ષ જૂનુ છે.
બાકીનું મંદિર અને કમ્પાઉન્ડ 15મી સદીમાં બાંધવામાં આવ્યુ હતુ.આખુ વર્ષ અહીં તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે.દ્વારકા મંદિરથી 56 ડગલા દૂર આવેલી છે ગોમતી નદી. વાયકા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ ગોમતી નદીને તેમના રહેઠાણ નજીક વહેવાન આશીર્વાદ આપ્યા હતા. દ્વારકામાં 56 આંક પવિત્ર માનવામાં આવે છે.દ્વારકા અંગે માનવામાં આવે છે કે આ નગરી 5000 વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણએ વસાવી હતી. તેમાં સોના અને ચાંદીથી 9 લાખ ભવ્યાતિભવ મકાન બનાવવામાં આવ્યા હતા. અત્યારે દરિયામાં ડૂબી ગયેલો દ્વારકાનો હિસ્સો પ્રવાસીઓ માટે આકર્ષણ બની ગયો છે.
સરકાર અહીં સ્કૂબા ડાઈવિંગ ફેસિલિટી વિકસાવવાનો વિચાર કરી રહી છે. દ્વારકાનો અર્થ થાય છે ‘સ્વર્ગનો દરવાજો’. દ્વારકાધીશ મંદિરમાં બે પ્રવેશદ્વાર છે. એકનું નામ સ્વર્ગ દ્વાર અને બીજાનું નામ મોક્ષ દ્વાર છે. એવુ મનાય છે કે કૃષ્ણ ભગવાન અને તેમનો પરિવાર બેટ દ્વારકામાં રહેતા હતા. આજે અહીં દીવાદાંડી છે. જો તમે જન્માષ્ટમીમાં દ્વારકા જવાનું વિચારતા હોવ તો પ્રાચીન નગરીના આ હિસ્સાને જોવાનું ભૂલતા નથી.કેહવાઈ છે દેવભૂમિ દ્વારકા ના દર્શન નસીબ થી જ થાઈ છે.તો આ પવિત્ર તહેવાર માં આ ખુબજ પવિત્ર સમય ગુમાવશો નહીં અને સોના ની નગરી દ્વારકા ના દર્શન નો લાવો લઈલો.