કોઈ પણ શુભ કામ હાથ ધરતા પહેલા ગુરુના ઉદય અને અસ્તનો વિચાર ચોક્કસ કરવમાં આવે છે. ગુરુનો ઉદય થયો હતો. તેની અસર બારેય રાશિના લોકો પર પડશે. તેમાંથી સાત રાશિના લોકો માટે આ પરિવર્તન શુભ સમાચાર લઈને આવશે. જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે.
મેષ રાશિ
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે. તમારા માટે ગુરુનો ઉદય ઘણો લાભકારી પુરવાર થશે.
અંગત સંબંધોમાં થોડા સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે પરંતુ ગુરુ તમને જીવનમાં નવી દિશામાં આગળ વધવાનો રસ્તો ચીંધશે. જીવનસાથી સાથે થોડો તાલમેલ રાખવાની જરૂર પડશે. ઈષ્ટ દેવ વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લાભ થશે.
વૃષભ રાશિ
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિક સ્થાનની મુલાકાત થઈ શકે છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે.
તમારી લાગણીઓને કંટ્રોલમાં રાખવો અને કોઈપણ સંબંધોને લઈને વધુ ગંભીર ન થશો. ઘરમાં માંગલિક કે શુભ કાર્ય થઈ શકે છે. નવા ક્ષેત્રે રોજગાર અને આવકની તકો ઊભા થશે. ગુરુની પ્રબળતા તમારા માટે નુકસાનકારક હોવાથી ગુરુવારે દાન આપવુ અને કેળાના વૃક્ષ પર જળ ચડાવવું.
મિથુન રાશિ
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવું. તમારા માટે ગુરુનો ઉદય થોડો હાનિકારક પુરવાર થશે.
જીવનસાથીના સ્વાસ્થ્યને મુશ્કેલી પહોંચી શકે છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. આ ગાળામાં થોડો સંયમ રાખવો અને વિવેકથી કામ લેવુ. તમે વ્યવહાર કુશળ અને વાતચીતની કળામાં માહેર છો જેને કારણે તમે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકશો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રની એક માળાનો જાપ કરો તો તમને કોઈ તકલીફ નહિ પડે.
કર્ક રાશિ
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી, ખાંસી, તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો. તમારા માટે ગુરુનો ઉદય ખૂબ જ લાભકારક પુરવાર થશે. તમારા આત્મબળમાં વૃદ્ધિ થશે.
લાગણીશીલ સ્વભાવને કારણે પહોંચતા દુઃખમાંથી મુક્તિ મળશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધે અને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. નવી ઉર્જા સાથે તમે નોકરી ધંધામાં પણ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી શકશો. ગુરુ તમને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની મદદ મેળવવામાં સહાયક બનશે. વિષ્ણુ ભગવાનની આરાધના બાદ હળદર અને ચંદનનું તિલક કરવાથી તમને ઘણો લાભ થશે.
સિંહ રાશિ
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુના અટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાન દક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે. તમારી જૂની સમસ્યાઓનો અંત આવશે.
જીવનને ગતિ મળશે અને ઉત્સાહ વધશે. તમે જમીન કે ઘર-મકાનના પ્રયત્ન કરતા હશો તો તમને સફળતા મળશે. માતા અથવા બહેનના સહકારથી કોઈ કામ સંપન્ન થશે. જીવનસાથી માટે પણ સારો સમય ચાલી રહ્યો છે. સુખ સુવિધામાં વધારો થશે. મન આધ્યાત્મમાં વાળવાનો પ્રયત્ન કરજો. પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવાથી ફાયદો થશે.
કન્યા રાશિ
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તમારે સંબંધોમાં કડવાશ આવી શકે છે, જીવનસાથીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.
માતા તથા બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. અપોઝિટ સેક્સના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ ઊભુ થાય જેને કારણે સંબંધો તંગ બની શકે છે. લાગણીઓ પર કાબુ રાખવો. ખોટા ખર્ચ કરવાથી બચવુ. ગુરુવારે બ્રાહ્મણને અનાજ, હળદર, કપડા વગેરેનું દાન કરવાથી અને દક્ષિણા આપવાથી તકલીફ હળવી થઈ જશે.
તુલા રાશિ
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીન કાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે. નકારાત્મક વિચારોને મન પર હાવી ન થવા દેતા.
આ ગાળામાં તમારા માટે થોડો તણાવ ઊભો થઈ શકે છે. પારિવારિક મુદ્દે તકરાર થવાની શક્યતા છે. ખોટા ખર્ચને કારણે મન ચલિત થઈ શકે છે. લાઈફ પાર્ટનર સાથે પણ વૈચારિક મતભેદ થવાની સંભાવના છે. પરંતુ શનિ તમારા માટે લાભકારી હોવાથી તે તમને આ પરિસ્થિતિમાં સંભાળી લેશે.
આવેગમાં ન આવતા અને મનની વાત સૌને કહેવાથી સમસ્યાઓનું સમાધાન થશે. ગુરુવારે વડના ઝાડ નીચે પાંચ દીવા કરવાથી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી અને કેળાનો પ્રસાદ ચડાવવાથી તમારી તકલીફો દૂર થશે.
વૃશ્ચિક રાશિ
આજે થોડી માનસિક ચિંતા કે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચાર મતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
ગુરુ તમારી રાશિમાં ઉદય થઈ રહ્યો છે. આથી આ ગાળામાં તમે ઉત્સાહથી તરવરશો. તમારુ સ્વાસ્થ્ય સારુ રહેશે. મનમાં આધ્યાત્મિક અને ધાર્મિક વિચારો આવશે. ઘરમાં સારો પ્રસંગ ઊભો થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે પણ આ ગાળો લાભકારી છે.
જીવનસાથી સાથે થોડા વિચારભેદ થવાની શક્યતા છે. નાની વાતને મોટો મુદ્દો બનાવવાથી બચવુ. શિવજીની આરાધના તમારા માટે શુભ છે પણ સાથે સાથે વિષ્ણુ ભગવાનના પણ કોઈ શ્લોક વાંચશો તો ઉત્તમ રહેશે. હળદરવાળુ દૂધ પીવાથી તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે.
ધન રાશિ
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે. ગુરુ તમારી રાશિનો સ્વામી છે.
તેના ઉદયથી તમને લાભ થશે. ખાસ કરીને સ્વાસ્થ્ય અને આવક માટે આ સમય ખૂબ જ સારો છે. શિક્ષણ, મીડિયા અને લેખન સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો પુરવાર થશે. અમુક જવાબદારીઓને લઈને ચિંતા ઊભી થાય પરંતુ તમે સફળતાપૂર્વક આ જવાબદારીઓ પૂર્ણ કરશો. રોજ હળદર, કંકુ અને ચંદનને મિક્સ કરી તિલક લગાવો. ગાયત્રી મંત્રના જાપથી પણ તમને ફાયદો થશે.
મકર રાશિ
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાં ને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય. ગુરુના ઉદયથી તમારા અમુક કામમાં અડચણ આવી શકે છે.
આવક ઘટી શકે છે પરંતુ ઘર-પરિવારના સહયોગથી સ્થિતિ સારી રહેશે. ઘરમાં કોઈ વડીલને લઈને ચિંતા ઊભી ઈ શકે છે. ભવિષ્ય અંગે ચિંતાઓ તમારા મગજમાં ઘર કરી જશે. પ્રેમ સંબંધ અંગે મનમાં અવઢવ ઊભી થાય. આ ગાળામાં લાગણી પર કાબુ રાખવો. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું અને પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી.
કુંભ રાશિ
આજે કોઈ ધાર્મિક સ્થળ કે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેર જીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
તમે અત્યારે પારિવારિક અને નોકરી-ધંધાની જવાબદારી વચ્ચે જે સંઘર્ષ કરી રહ્યા છો તે માટે તમારા વખાણ કરાય એટલા ઓછા છે. ગુરુના ઉદયથી તમારા માટે નવા રસ્તા ખૂલશે. ચાંપલૂસી કરતા લોકોથી બચીને રહેવુ. કેટલાંક લોકો તમને દગો આપી શકે છે. પારિવારિક મુશ્કેલી દુઃખ પહોંચાડી શકે છે. લાઈફ પાર્ટનરની હેલ્થનું ધ્યાન રાખવું. ખોટા ખર્ચા ઊભા થઈ શકે છે.
વિષ્ણુ ભગવાનની નિયમિત આરાધના કરો. તેમને પાંચ ફળનો ભોગ લગાવવો. ઘરમાં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરો. આમ કરવાથી મનને શાંતિ મળશે અને સમસ્યાઓ ઓછી થઈ જશે.
મીન રાશિ
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિક નાણાકીય ખર્ચ આવી શકે છે, મિલન મુલાકાત કે હરવા ફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે. તમારા ભાગ્ય સ્થાનમાં ગુરુનો ઉદય થઈ રહ્યો છે.
તમને આ ગાળામાં જબરદસ્ત લાભ થવાનો છે. આવકના નવા નવા રસ્તા ખુલશે. મનમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિચારો આવશે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. જીવનસાથઈનો સંપૂર્ણ સહયોગ મળશે. જીવનમાં બેલેન્સ જાળવવાની કોશિશ કરવી. ગાયત્રી મંત્રનો જાપ કરવાથી અને રૂદ્રાક્ષ માળા પહેરવાથી ફાયદો થશે.