છેલ્લા ઘણા સમયથી ધૈર્યરાજસિંહની સારવાર માટે સોશિયલ મીડિયા પર તેના મેસેજ ફરી રહ્યા હતા. ધૈર્યરાજને એસએમએ નામની ગંભીર બિમારી હતી જે બિમારીનો ઈલાજ ઘણોજ મોંઘો હતો. જેથી લોકોએ તેના ઈલાજ માટે દાનની રકમ એકઠી કરવાનું નક્કી કર્યું. જેનું પરિણામ સારપં આવ્યું અને હવે તેનો ઈલાજ થઈ શકશે.
આગામી 12 દિવસમાં ધૈર્યરાજ માટેની દવા આવી જશો. તેના પિતાએ જણાવ્યું કે લોકો દ્વારા તેમને સારી મદદ મળી અને તેના દિકરાની સારવાર માટે 16 કરોડ રૂપિયા ભેગા તઈ ગયા છે. જેથી હવે ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના માટે દવા મગાવવામાં આવશે.
એક વખત ઓર્ડર આપી દીધા બાદ 15 દિવસમાં તે દવા આવી જતી હોય છે. જે દવાની ધૈર્યરાજને જરૂર છે. જેથી ટૂક સમયમાં તેની સારવાર શરૂ થઈ જશે..જન્મથી ધૈર્યરાજને આ બિમારી હતી. અને જ્યારે તેના માતા પિતાને આ બિમારી વિશે જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણકે તેન ઈલાજ ઘણોજ મોંઘો હતો જે તેના માતા પિતા નહોતા કરી શકતા.
એસએમએ બીમારી રંગસૂત્ર નાળીમાં ખામીને કારણે થતી હોય છે. જેના કારણે જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન થતું હોય છે. જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. આ બિમારીમાં બાળકની કરોડરજ્જુ નબલી પડી જાય છે, જેના કારણે તેને ભારે નુકશાન થતું હોય છે. આ રોગ વારસામાં પણ આતો હોય છે.
બિમારીનો ઈલાજ 2016 માં અમેરિકામાં શોધાયો હતો. જેમા કરોડરજ્જુની આસપાસ ઈન્જેકશન આપીને ડોક્ટરો દ્વારા ઈલાજ કરવામાં આવે છે. પરિણામે માસપેંશીઓમાં હલનચલન થાય છે. અને કરોડરજ્જુની કાર્યશક્તિમાં વધારો થતો હોય છે.
ઉલ્લેખનિય છે કે ડોક્ટરોએ બાળકના ઈલાજ માટે 1 વર્ષનો સમય આપ્યો હતો. પરંતુ તેના પિતા પાસે 1 વર્ષમં 16 કરોડ એકઠા થાય તેટલી શક્તિ ન હતી. જેથી લોકો પાસેથી તેમણે મદદ માગી હતી. પરંતુ હવે તેના ઈલાજ માટેની રકમ એકઠી થઈ ગઈ છે. જેથી ટૂંક સમયમાં ધૈર્યરાદનો ઈલાજ શરૂ કરવામાં આવશે. જેથી તે સાજો થઈ જશે. જેના કારણે તેના માતા પિતા પણ હાલ ઘણા ખુશ છે. સાથેજ જે લોકોએ દાન માટે રકમ આપી છે. તે લોકોનો તેના પિતાએ આભાર માન્યો છે.