ધંધૂકા ભરવાડ યુવકની હત્યા મામલે નવો ઘટસ્ફોટ, મૌલવીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

ધંધૂકામાં ધોળા દિવસે બાઈક પર આવેલ બે વ્યક્તિએ જાહેરમાં કિશન ભરવાડ નામના યુવક પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો, જેને લઇ શહેરમાં અફરાતફરીની સ્થિતિ સર્જાતાં જોતજોતાંમાં લોકોનાં ટોળેટોળાં ઊતરી પડ્યાં હતાં અને શહેર સંપૂર્ણપણે બંધ થઇ ગયું હતું.

આ ઘટના પગલે શહેરના જિલ્લાની પોલીસ તથા ATSની ટીમે ધંધુકા શહેરમાં ધામા નાંખ્યા છે. ત્યાં જ ગુજરાત સરકાર પણ આ મામલામાં કૂદી પડી છે અને હત્યારા આરોપીઓને પકડી પાડવા તથા આ મામલામાં સંકળાયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા આદેશ આપી દીધા છે.

જણાવી દઇએ કે, કિશન ભરવાડ નામના યુવકની હત્યાના કેસમાં બે મૌલવીની ભૂમિકાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાં જ અમદાવાદના જમાલપુરમાં રહેતા એક મૌલવીને દબોચી લેવામાં આવ્યો છે. ત્યાં જ મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે.

ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાનો ભાઈ મોરબીથી ઝડપાયો છે.

ઉલ્લેખનિય છે તે. હત્યાની આ ગોઝારી ઘટનાના પગલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ અધિકારી મુજબ મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હોવાની સાથે અન્ય મદદ પણ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારથી જ રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં અજીમ સમાની તપાસ હાથ ધરી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ ઉર્ફે બચા સમાની અટકાયત કરી હતી.

Scroll to Top